મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : ગુરુવાર, 4 એપ્રિલ 2024 (12:52 IST)

Kimami sewaiyan Recipe : કિમામી સેવઈ

Eid Sewai Recipe

Kimami sewaiyan Recipe
Kimami sewaiyan Recipe
ઈદ અલ ફિત્ર  10 અથવા 11 એપ્રિલ 2024 ના રોજ ઉજવવામાં આવી રહી છે. તે મુસ્લિમ લોકોના મુખ્ય તહેવારોમાંનો એક છે અને કોઈપણ તહેવાર વાનગીઓ વિના અધૂરો છે. ઈદ માટે સેવઈમાંથી ઘણી પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જેમ કે સેવઈની ખીર, સેવઈ જર્દા અને દૂધની સેવઈ. ઈદ સેવઈમાં કિમામી સેવઈ પણ ખૂબ જ લોકપ્રિય છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે. આ વખતે અમે તમને બતાવી રહ્યા છે ઈદના અવસર પર  કિમામી સેવઈ બનાવવાની રીત.     
 
કિમામી સેવઈ બનાવવા માટે સામગ્રી  
 
300 ગ્રામ સેવઈ બનારસી(ડમરૂ સેવઈ) 
200 ગ્રામ ખોયા
2 ચમચી ઘી
2 થી 3 ચમચી બદામ
2 થી 3 ચમચી કાજુ
2 થી 3 ચમચી કિસમિસ
2 થી 3 ચમચી નાળિયેર
3 કપ પાણી
2 કપ ખાંડ
એક ચમચી એલચી
1 ચમચી કેવડા એસેન્સ 
 
સેવઈ બનાવવાની રીત - સૌ પહેલા એક પૈનમાં ત્રણ કપ પાણી ઉકાળો.  હવે તેમા બે કપ ખાંડ અને એક નાની ચમચી ઈલાયચી પાવડર, એક ચમચી કેવડા એસેંસ અને ખાવાનો રંગ નાખીને ઉકાળો.  આને ત્યા સુધી ઉકળવા દો જ્યા સુધી ખાંડ એકદમ ઓગળી ન જાય્ જો કે ધ્યાન રાખો કે આ મિશ્રણની ચાસણી નથી બનાવવાની. 
 
બીજી બાજુ એક બીજા પેનમાં બે ચમચી ઘી નાખીને તેમા બદામ, કાજુ, કિશમિશ અને નારિયળને સારી રીતે સેકી લો. પછી તેને જુદા વાસણમાં કાઢી મુકો. 
 
આ પેનમાઅડધો કપ ઘી નાખીને ગરમ કરો અને તેમા સેવઈ નાખીને ફ્રાય કરી લો. 
 
આ સેકેલી સેવઈને ખાંડવાળા મિશ્રણમાં નાખીને ઉપરથી ડ્રાય ફ્રુટ્સ અને માવાને છીણીને મિક્સ કરો. 
 
બે થી ત્રણ મિનિટ માટે સેવઈ ઢાંકીને બાફી લો. પછી ગેસ બંધ કરી દો. 10 મિનિટમાં સેવઈ ખાંડના પાણીને શોષી લેશે. હવે સેવઈ સર્વ કરવા માટે તૈયાર છે.