આલમંડ પિસ્તા ફિરની
|
બનાવવાની રીત - ચોખા સારી રીતે ધોઈને ચાર કલાક માટે પલાળી દો. બદામને પલાળી મૂકો. છાલટા ઉતારી લો. અડધી બદામ, ચોખાની સાથે ઝીણી વાટી લો. દૂધ ઉકાળીને ખાંડ અને પેસ્ટ નાખીને ચમચીથી ચલાવો.
જ્યારે મિશ્રણ સારુ ઘટ્ટ થઈ જાય તો ઠંડુ કરી તેમા કેવડા એસેંસ મિક્સ કરો. સર્વિંગ બાઉલમાં થોડી તૂટી-ફ્રૂટી નાખીને મિશ્રણ નાખો. ઈલાયચી ભૂકો, પિસ્તા અને કતરેલી બદામથી સજાવો. ફ્રિજમાં ઠંડુ કરીને પછી સર્વ કરો.