1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

કોપરાની બરફી

કોપરાની બરફી
N.D
સામગ્રી - માવો 1 કિલો, 600 ગ્રામ ખાંડ, 200 ગ્રામ ક્પરાનુ છીણ, અડધો કપ દૂધ. અડધી ચમચી ઈલાયચી પાવડર

વિધિ - એક કડાહીમાં માવો સારી રીતે સેકો. તેને સતત ચલાવતા રહો. જ્યારે માવો સારી રીતે સેકાય જાય ત્યારે અને બધુ દૂધ સૂકાય જાય ત્યારે ગેસ બંધ કરો, પણ તેને સતત હલાવતા રહો. હવે એક કડાહીમાં ખાંડ અને પાણી લઈને ચસણી બનાવો.

જ્યારે બે તારની ચાસણી બની જાય તો ગેસ બંધ કરો અને હવે તેમાં માવો નાખીને હલાવો. ત્યારબાદ તેમાં થોડી ઈલાયચી પાવડર નાખીને સતત ચલાવતા રહો. જ્યારે આ મિશ્રણ થોડુ ઠંડુ થવા લાગે તો ઘી લાગેલી થાળીમાં નાખી દો.

હવે આને સમતલ કરો, અને ઠંડુ થયા પછી મનપસંદ આકરમા કાપી લો.
About Writer
વેબ દુનિયા