1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

તલ ખજૂરના લાડું

તલ ખજૂરના લાડું
IFM
સામગ્રી - 500 ગ્રામ તલ, 500 ગ્રામ ખજૂર, અડધો લીટર દૂધ, 500 ગ્રામ માવો, કાજૂ, બદામ, કિશમિશ અને નારિયળનુ છીણ દરેક વસ્તુ 50 ગ્રામ. એક કપ ક્રીમ, અને થોડુ ઘી.

બનાવવાની રીત - ખજૂરના બી કાઢીને અને દૂધ નાખીને કુકરમાં બે સીટી વાગવા દો. માવાને થોડો સેકી લો. બાફેલી ખજૂરને ધીમા ગેસ પર કડાહીમાં સેકો. જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યારે થોડી સેકીને એકવાર મિક્સરમાં થોડી ફેરવી લો. હવે ખજૂર, માવો, તલ અને કાપેલા માવાને સારી રીતે મિક્સ કરો અને એક સાઈઝના લાડુ બનાવી લો. આ લાડુને નારિયળના છીણમાં રગદોળી લો. સર્વ કરતી વખતે ક્રીમ લગાવવી હોય તો લગાવીને તેના પર એક બિંદી કેસરની લગાવી સર્વ કરો.