દૂધ પાક
|
વિધિ - દૂધને સારી રીતે ઉકાળો. દૂધ જ્યારે ઉકળતુ હોય ત્યારે તેને હલાવતા રહો જેથી તળિયે ચોટે નહી. હવે બાસમતી ચોખાને ઘોવાને બદલે સૂકા કપડાં વડે ઘસીને લૂછી નાખો. બે ચમચી ઘી લઈને ચોખામાં ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ ચોખાને ઉકળતા દૂધમાં નાખીને સતત હલાવતા રહો. 10 એક મિનિટમાં ચોખા દૂધમાં સીજી જાય કે તેમાં ખાંડ ઉમેરો.
ખાંડ નાખ્યા પછી દૂધને સારી રીતે ઉકળવા દો. ખાંડ ઓગળ્યા પછી દૂધને સાધારણ ગુલાબી રંગ થાય ત્યાં સુધી સતત હલાવતા ઉકળવા દો. જ્યારે દૂધનો રંગ બદલાય ત્યારે તેમા ઈલાયચીનો પાવડર, ચારોળી, બદામની કતરન અને ચપટી જાયફળ પાવડર નાખી મિક્સ કરો. પાંચેક મિનિટ પછી ઉતારી લો.મ ગરમા ગરમ પૂરી સાથે પરોસો.