પંચધારી લાડુ
|
બનાવવાની રીત - માવાને મોટા કાણાવાળી ચાયણીથી મસળીને ચાળી લો. ઘી ગરમ કરી રવાને ધીમા તાપે સેકી લો. થોડો સોનેરી થાય કે માવો નાખીને 2-3 મિનિટ સેકીને ઉતારી લો. તેને ઠંડુ કરો.
ખાંડની ચાસણી બનાવી લો. તેને થોડી ઠંડી કરી રવો, માવો, ઈલાયચી અને સૂકામેવા કતરીને નાખી દો. આ મિશ્રણમાંથી મધ્યમ આકારના લાડુ બનાવો.