1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

પાઈનેપલ શ્રીખંડ

પાઈનેપલ શ્રીખંડ
P.R
સામગ્રી - એક નાનો પાઈનપલ રીંગનો ડબ્બો, 2 કિલો દહીં, ખાંડ, પાઈનેપલ એસેંસ.

વિધિ - દહીંને કપડામાં બાંધવુ અથવા તો તપેલા ઉપર નાયલોનની મોટી ગરણી મૂકીને નિતારવા મૂકવુ. દહીંને બરાબર નીતરવા દેવુ અને એકદમ કઠણ મસકો બનાવવો. જેટલો મસકો બને તેટલા પ્રમાણમાં ખાંડ નાખી તેને કપડાંથી છીણી નાખવુ કે મિક્સરમાં હલાવી એકરસ કરવુ.

પાઈનેપલના ડબ્બાને તોડી તેમાંથી રીંગો અને રસો જુદો પાડવો. રીંગના પાતળા નાના કટકા કરવા. રસામાંથી અડધો કપ રસો શ્રીખંડમાં નાખવો. થોડા ટીપાં વેનીલા એસેંસ નાખવું. બરાબર મિક્સ કરી તેમાં પાઈનેપલના ટુકડા ભેળવી દેવા.

ફીજમાં ખૂબ ઠંડુ કરી ઉપયોગમાં લેવુ.