1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

બદામનો શીરો

બદામનો શીરો
N.D
સામગ્રી - 135 ગ્રામ બદામ, 185 મિલી દૂધ, 150 ગ્રામ ખાંડ, 2 ગ્રામ કેસર, 50 ગ્રામ ઘી, 15 ગ્રામ કાપેલા પિસ્તા, 15 ગ્રામ કાપેલા કાજૂ.

બનાવવાની રીત - બદામને ત્રણ કલાક પલાળી મૂકો. ત્યારબાદ તેના છાલટા કાઢીને તેમા દૂધ, ખાંડ, કેસર ભેળવીને મિક્સરમાં વાટી લો.

કઢાઈમાં ઘી ગરમ કરીને બદામનુ મિશ્રણ નાખી દો. 20 મિનિટ સુધી એક સરખુ ચલાવતા રહો. પેનમાં ઘી છુટુ થતા સુધી અને મિશ્રણ ઘટ્ટ થતા સુધી હલાવો. પ્લેટમાં કાઢીને કાજૂ, અને પિસ્તાના ટુકડા નાખીને સજાવો.
About Writer
વેબ દુનિયા