રીત - દૂધ અને એક કપ ઘીને ચણાના લોટમાં નાખી સારી રીતે મિક્સ કરો. હવે આ લોટને અડધો પોણો કલાક સુધી મુકી રાખો. મિશ્રણને ચારણી વડે ચાળી લો. જે ન ચળાય તેને મિક્સરમાં ફેરવીને ચાળી લો. એક કઢાઈમા ઘી ગરમ કરવા મુકો. ઘીમાં ચાળેલો લોટ નાખી તેને ધીમા ગેસ પર સેકો. ગુલાબી રંગનો થતા ઘી છુટુ પડવા માંડશે.
હવે ખાંડની બે તારી ચાસણી બનાવી તેમાં આ મિશ્રણને ઉમેરો. આમાં ઈલાયચી, ચારોળી અને પિસ્તા નાખી સારી રીતે હલાવી એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણને પાથરી દો. ઠંડુ પડે કે મનપસંદ આકારમાં કાપી લો.