રવિવાર, 5 એપ્રિલ 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

હલવાસન

હલવાસન
N.D
સામગ્રી - 2 લીટર દૂધ, 2 ચમચી રવો, 1 ચમચી ગુંદર (ઝીણુ વાટેલુ) 16 બદામ, 1/2 લીંબૂ, 150 ગ્રામ ખાંડ, 4 ઈલાયચી, 2 ચમચી ઘી.

બનાવવાની રીત - એક વાસણમાં દૂધને 10 મિનિટ સુધી ઉકળવા દો. તેમા લીંબૂનો રસ નીચોડી દો અને ઉકળવા દો. બીજી બાજુ કઢાઈમાં ઘી ગરમ કરીને રવો સેકો અને ઉકળતા દૂધમાં નાખી દો.

ત્યારબાદ ઝીણુ વાટેલુ ગુંદર સેકીને ઉકળતા દૂધમાં નાખો. ખાંડને કઢાઈમાં સેકો અને ઓગાળીને લાલ થતા સુધી ઉકળતા દૂધમાં નાખો અને ઈલાયચી પાવડર પણ નાખી દો. દૂધ જ્યારે ઉકળીને મેવા જેવુ ઘટ્ટ થઈ જાય કે તેને ગેસ પરથી ઉતારી લો .

થોડુ ઠંડુ થાય ત્યારબાદ હાથથી મસળીને 16 ભાગમાં તેના ગોળા બનાવી લો અને હથેળીથી થોડુ દબાવીને ઉપર એક બદામ મૂકીને સજાવો.