શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (11:19 IST)

લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય - ધન મેળવવું હોય આ ઉપાય કરો

ધન મેળવવાની ઈચ્છા દરેકને હોય છે. દરેક જલ્દી જલ્દી શ્રીમંત અને લખપતિ બનવા માંગે છે પણ કહેવાય છે કે સમય પહેલા અને કિસ્મતથી વધુ કોઈને મળતુ નથી. તમે પ્રયત્નોથી તમારા ભાગ્યમાં ધનની અભિવૃદ્ધિ કરી શકો છો. આ માટે તમે જ્યોતિષીય અને આધ્યાત્મિક ગુરૂઓની મદદ લેવી પડે છે.  જીવનમાં કેટલાક એવા સરળ ઉપાય છે જે શુક્રવારે કરી તમે ધન પ્રાપ્ત કરી શકો છો. 
 
- સૌ પહેલા તમે મા લક્ષ્મીની પૂજા કરો. આ માટે શુક્રવારે સવારે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જાવ અને પછી શુદ્ધ જળને શુદ્ધ કળશમાં 
 
ભરીને તેને અક્ષત ઉપર મુકો. માં ની વિધિપૂર્વક પ્રાર્થના કરી તમે તેમનુ આહ્વાન કરો. 
 
- આ ઉપરાંત દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન શ્રી વિષ્ણુનો અભિષેક કરો. 
 
- સવાર-સાંજ ગાયના શુદ્ધ ઘી નો દીવો લગાવો. આ દીપક  ઈશાન કોણમાં લગાવો. તેમા લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. 
 
- મા લક્ષ્મીને લાલ પુષ્પથી પૂજો. આ ઉપરાંત  શ્રી યંત્ર હોય તો તેનુ પૂજન પણ કરો.  
 
- શુક્રવારે કોઈ સૌભાગ્યવતીને દાન આપો અને તેની સેવા કરો. બીજી બાજુ વૃદ્ધોની સેવા કરો. સાથે જ માતા લક્ષ્મીનું  
  ધ્યાન કરો.  
 
- એક પીળા વસ્ત્રમાં પાંચ પીળી કોડી ચાંદીના સિક્કાની સાથે બાંધીને ધનના સ્થાન પર પૂજન કર્યા પછી મુકી દો. 
 
-  આ દિવસે ઝાડૂનુ વિશેષ ધ્યાન રાખો. ઝાડૂ પગમાં ન આવે અને તૂટે નહી જો તૂટી જાય તો ઝાડૂનુ પૂજન કરો. 
 
- કુંવારી કન્યાઓને ખીર,પીળા વસ્ત્રો અને દક્ષિણા આપો. આ પ્રયાસોથી માતા પ્રસન્ન થઈને ઘર ભરી નાખે છે.