1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
  4. Teachers Day 2026 Wishes

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

Teachers Day motivational quotes
આપણા દેશમાં, દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બાળકો પોતાના શિક્ષકોનું સન્માન કરે છે. આજના ડિજિટલ યુગમાં, બાળકો પણ WhatsApp, Telegram અને Instagram જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર તેમના શિક્ષકોને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવે છે.
 
 જો તમે પણ શિક્ષક દિવસ પર તમારા શિક્ષકોને શુભેચ્છા પાઠવવા માટે સંદેશ મોકલવા માંગતા હોય, તો અહી તમારા માટે અત્યંત ઉપયોગી ગુજરાતી મેસેજીસ આપી રહ્યા છે. જો તમે આનો ઉપયોગ કરીને તમારા શિક્ષકોને શુભેચ્છા પાઠવશો, તો તેઓ ચોક્કસ પ્રભાવિત અને ખુશ થશે.
 
1. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર ગુરુદેવને કોટિ કોટિ વંદન.
તમારા માર્ગદર્શન વગર મારો સફળતાનો આ પથ અધૂરો હતો.
શિક્ષક દિવસની આપને હાર્દિક શુભેચ્છાઓ!
 
2. જે આપણને સાચો અને ખોટો રસ્તો ઓળખતા શીખવે છે, તે જ સાચા ગુરુ છે.
   તમારા અમૂલ્ય જ્ઞાન અને સંસ્કારો માટે હું હંમેશાં તમારો આભારી રહીશ.
    હેપ્પી ટીચર્સ ડે!
 
૩.  પુસ્તકો કરતાં પણ વધારે તમે મને જીવન જીવવાનો સાચો પાઠ ભણાવ્યો છે.
     તમારી મહેનત અને સમર્પણ ભાવ જ મારા જીવનની સાચી મૂડી છે.
     શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
 
4. અક્ષર-અક્ષર આપણને શીખવે છે અને જીવનનું સાચું મૂલ્ય બતાવે છે.
   એવા તમામ શિક્ષકોના ચરણોમાં મારો પ્રણામ.
    તમને શિક્ષક દિવસની હાર્દિક શ્રદ્ધાસુમન અર્પણ.
 
5. તમારું જ્ઞાન અને માર્ગદર્શન મારા જીવનની સૌથી મોટી ભેટ છે.
   તમે માત્ર એક ઉત્તમ શિક્ષક નથી, પણ મારા જીવનના પ્રેરણાસ્રોત છો.
   શિક્ષક દિવસની અનંત શુભેચ્છાઓ!
 
6. એક સારો શિક્ષક મીણબત્તી જેવો હોય છે, જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.
    તમારા આ નિઃસ્વાર્થ પ્રેમ અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર.
    હેપ્પી ટીચર્સ ડે!
 
7. મારા સ્વપ્નોને પાંખો આપવા માટે અને મારામાં વિશ્વાસ જગાડવા માટે આભાર.
    તમારા વગર આ સફળતા સુધી પહોંચવું અશક્ય હતું.
      શિક્ષક દિવસ પર આપને મારી ભાવભરી વંદના!
 
8. કુમળા છોડને જેમ માળી સિંચે છે, તેમ તમે મારા વ્યક્તિત્વને ઘડ્યું છે.
    તમારા આપેલા સંસ્કાર અને શિક્ષણ મારા જીવનનો આધાર છે.
     આપ સૌને શિક્ષક દિવસની શુભેચ્છા!
 
9. માતા-પિતા જન્મ આપે છે પરંતુ શિક્ષક જીવવાની સાચી કળા શીખવે છે.
   મારા જીવનને યોગ્ય દિશા આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
    શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

 
10.   જ્ઞાનનો દીપ પ્રગટાવીને અજ્ઞાનને દૂર કરનાર તમામ ગુરુઓને પ્રણામ.
     તમારી પ્રેરણા અને આશીર્વાદ હંમેશાં મારી સાથે રહે એવી પ્રાર્થના.
       હેપ્પી ટીચર્સ ડે!
આગળનો લેખ
ગુજરાતી રેસીપી - રાજકચોરી ચાટ રેસીપી