ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : ગુરુવાર, 14 માર્ચ 2024 (21:55 IST)

Gujarati Suvichar- ગુજરાતી સુવિચાર

gujarati suvichar
gujarati suvichar

સફળતાના માર્ગમાં અવરોધો આવે છે
આ કોણ નથી જાણતું,
છતાં તે ગંતવ્ય સુધી પહોંચે છે
જે હાર નથી માનતું 

સમજદાર લોકોની જેમ વિચારો
પરંતુ સામાન્ય લોકોની જેમ વાત કરો


 
મારી પ્રાર્થનાનો એવો સ્વીકાર કરો  
હે પ્રભુ  ભગવાન કે હું વંદન કરવા 
હાથ જોડું અને મારી સાથે 
જોડાયેલા તમામ સુખી થાય"
 
gujarati suvichar

એક સુખી જીવન જીવવા માટે 
માણસને 'સાધુ" નહી 'સીધુ'
થવાની જરૂર છે
અને 'યોગી' નહિ 
'ઉપયોગી' થવાની જરૂર છે 



મૂર્ખાઓ પાસેથી વખાણ
સાંભળવા કરતા
બુદ્ધિશાળી વ્યક્તિનો
ઠપકો સાંભળવો ફાયદાકારક છે

 
સૌથી મોટો રોગ, લોકો શું કહેશે? 
જો તમે તેના વિશે વિચારતા રહો, 
તો તમે જીવી શકશો નહીં

 
વ્યક્તિએ ક્યારેય તકની
રાહ ન જોવી જોઈએ 
કારણ કે આજે જે છે તે જ 
સૌથી મોટી તક છે.