ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : સોમવાર, 6 ડિસેમ્બર 2021 (12:42 IST)

Anupamaa- વનરાજને ધમકાવશે કાવ્યા, જીવન અને મોત વચ્ચે ઝૂલશે અનુજ

ટીવી સીરિયલ અનુપમામાં કાવ્યાના જીવનમાં તૂફાન આવી ગયુ છે. બા અને બાબૂજીના લગ્ન વર્ષગાંઠ પર વનરાજએ તેને તલાકના પેપરસ આપી દીધા છે. તેથી હવે સમજાતુ નહી કે તે આવુ શા માટે કરી રહ્યો છે, કાવ્યાના જીવનમાં જ્યારે-જ્યારે કોઈ મુશ્કેલ સમય આવે છે અને તેમની આંગળી અનુપમાની તરફ જ ઉઠે છે. આ સમયે પણ કઈક આવ્ય જ થશે. કાવ્યા વનરાજ સામે આજીજી કરશે પણ આ વખતે તે દયા લેવાના મૂડમાં નહીં હોય. આવી સ્થિતિમાં કાવ્યા પહેલા કરતા વધુ ખતરનાક બની જશે. તો ચાલો જાણીએ કે રૂપાલી ગાંગુલી સ્ટારર સિરિયલ અનુપમાના આગામી એપિસોડમાં તમને કેવા ટ્વિસ્ટ જોવા મળશે?
 
અનુપમાથી બદલો લેશે કાવ્યા 
આવનાર એપિસોડમાં તમે જોશો કે કાવ્યા વનરાજની બેવફાઈનો બદલો અનુપમાથી લેશે. કાવ્યા સારી રીતે જાણે છે કે પરિવારવાળાઓમાં તેમનો જીવ રહે છે. તેથી તે શાહ પરિવારના એક-એક સભ્યને હેરાવ કરવાની પ્લાનિંગ કરશે. તેમની આ હરકતથી વનરાજ તેનાથી વધુ નફરત કરવા લાગશે. 
 
હોસ્પીટલ પહોંચશે અનુજ 
સોશિયલ મીડિયા પર સીરિયલ અનુપમાના સેટથી ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં અનુજ કપાડિયા હોસ્પીટલના બેડ પર જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ ચાલી રહી છે. તે જ સમયે અનુપમા વનરાજની સામે બેભાન અવસ્થામાં ઉભી છે. આ તસવીરો જોયા પછી, ચાહકો આગામી એપિસોડમાં આગામી ટ્વિસ્ટ જોવા માટે ઉત્સુક બની રહ્યા છે.