મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (19:16 IST)

Anupamaa: પારકા પુરૂષ સાથે અનુપમાની બિઝનેસ ટ્રિપ, બા ને આવ્યો ગુસ્સો અને અનુજ-વનરાજ વચ્ચે થયો વિવાદ

નાના પડદા પર વધુ ટીઆરપી એકત્ર કરનારો શો અનુપમા રોજ જોરદાર ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે.  બીજી બાજુ હાલ આ શો પર અનુપમા અને અનુજ કાપડિયાની વધતી નિકટતા બતાવાય રહી છે. આ દરમિયાન અનુપમાની બિઝનેસ ટ્રિપને લઈને શાહ પરિવારમાં હંગામો મચી ગયો છે. અનુપમા પર બા ખૂબ નારાજ થાય છે. તેને પારકા પુરૂષ સાથે એકલા જવુ બિલકુલ ગમી નથી રહ્યુ. આ ઉપરાંત વનરાજ અને અનુજ કપાડિયા વચ્ચે જોરદાર જંગ પણ ચર્ચામાં છે. 
 
અનુપમાએ લીધો મોટો નિર્ણય 

 
અનુપમાના આવનારા એપિસોડમાં જોવા મળશે કે અનુજ, અનુપમાને ફોન પર માહિતી આપશે કે તેમને બિઝનેસ મીટિંગને લઈને મુંબઈ જવુ પડશે. આ સાંભળીને પારિતોષ અને બા અનુપમાને મીટિંગ અટેંડ કરવાની ના પાડી દે છે. પણ અનુપમાએ નિર્ણયુ કરી લીધો કે તે મુંબઈ જરૂર જશે. જેને કારણે શાહ પરિવારમાં જોરદાર ડ્રામા થયો. બીજી બાજુ હવે જોવાનુ એ છે કે આ હંગામા વચ્ચે અનુપમાની બિઝનેસ મીટિંગ કેવી રહે છે. 
 
વનરાજ અને અનુજ વચ્ચે જંગ
 
આ પહેલા અનુજ અને વનરાજ વચ્ચે જબરજસ્ત લડાઈ પણ ચર્ચામાં હતી. અનુજ કાપડિયા અને જીકે શાહ પરિવારને ગણપતિની ઉજવણી માટે આમંત્રણ આપે છે, આ દરમિયાન અનુપમા કહે છે કે તેણે દેવિકા પાસેથી સાંભળ્યું છે કે અનુજ પંજો લડાવવામાં ખૂબ સારો છે. વનરાજે આ સાંભળ્યું ત્યારે તેણે અનુજને પડકાર આપી દીધો . પરિતોષે પણ વનરાજને ટેકો આપ્યો. બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ પણ અનુજ આ કોમ્પિટિશન જીતી ગયો, અને ત્યારબાદ વનરાજનો ચેહરો જોવા લાયક હતો.