મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (14:43 IST)

સિદ્ધાર્થ શુક્લા-શહનાઝ ગિલ લગ્નના બંધનમાં બંધાવવાના હતા, ડિસેમ્બરમાં લેવાના હતા 7 ફેરા

લાખો દિલોમાં રહસ્ય કરનારા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નો અચાનકથી દુનિયાને અલવિદા કહેવા પરિવાર અને મિત્રો માટે કોઈ આઘાતથી ઓછુ નથી.  2 સપ્ટેમ્બરે 40 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. હાર્ટ એટેક આવવાથી તેમનું મૃત્યુ થયું. સિદ્ધાર્થ શુક્લાને તેમની અંતિમ યાત્રામાં અંતિમ વિદાય આપવા માટે ટીવી જગતના ઘણા સેલેબ્સ જોડાયા હતા. આ દરમિયાન સિદ્ધાર્થના ખાસ મિત્ર શહેનાઝ ગિલ  (Shehnaaz Gill) અને માતા રીટા (Rita Shukla) શુક્લાની હાલત જોઈને લોકો પોતાના આંસુ રોકી શક્યા ન હતા. જાણવા મળ્યુ છે કે શહનાઝ અને સિદ્ધાર્થ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા, જે માટે તેઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.
 
સિદ્ધાર્થ શુક્લા(Sidharth Shukla)ના મૃત્યુ બાદથી તેની મિત્ર શહેનાઝ ગિલ(Shehnaaz Gill) ખૂબ જ દુ:ખી છે. બિગ બોસ 13 (Bigg Boss 13)માં લોકોને તેમની દોસ્તી એટલી ગમી ગઈ કે લોકોએ તેમનું નામ 'સિડનાઝ' રાખ્યું.

 
ડિસેમ્બર 2021માં હતો લગ્નનો પ્લાન 
 
સિદ્ધાર્થ અને શહનાઝે ક્યારેય પોતાના સંબંધોને ગંભીરતાથી પ્રેમનું નામ આપ્યું નહોતુ, પરંતુ શહનાઝ ઘણીવાર કહેતી હતી કે સિદ્ધાર્થ તેમની સૌથી નિકટ છે. બોલીવુડ લાઈફના એક સમાચાર મુજબ, બંને આ વર્ષના અંતમાં લગ્ન કરીને પોતાના સંબંધોને નવું નામ આપવાના હતા. 
 
શરૂ થઈ ગઈ હતી તૈયારીઓ 

 
રિપોર્ટ મુજબ બંનેના પરિવાર પણ આ માટે સંમત થયા હતા અને તેઓએ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, આ પરિવાર મુંબઈમાં એક આલીશાન હોટલ સાથે રૂમનુ બુકિંગ, બૈક્વેટ અને લગ્ન માટે વાતચીત કરી રહ્યા હતા. તેઓએ કથિત રીતે ત્રણ દિવસના ફંક્શનની પ્લાનિંગ કરી હતી. બંને એક્ટર્સ, તેમના મિત્રો અને પરિવારે આ વાત ગુપ્ત રાખી હતી. .
 
શુક્લા-શહેનાઝ ગિલના લગ્ન 
 
શહનાઝ અને સિદ્ધાર્થ છેલ્લે ટીવીના બેસ્ટ રિયાલિટી શો ડાંસ દિવાને 3 માં એકસાથે જોવામાં આવ્યા હતા. 
 
બંને એકબીજાને ખૂબ કરતા હતા પ્રેમ 

બિગ બોસ 13 ના કંટેસ્ટેંટ અને ગાયક અબુ મલિકે પણ ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહનાઝ ગિલ સિદ્ધાર્થ સાથે લગ્ન કરવા માંગતી હતી. અબુ મલિકે કહ્યું કે એક વખત શહનાઝે તેને કહ્યું હતુ કે તે સિદ્ધાર્થને કહે કે અમારે  બંનેએ લગ્ન કરી લેવા જોઈએ. એટલું જ નહીં, એક વખત સિદ્ધાર્થે અબુને પણ કહ્યું કે તે શહનાઝને ખૂબ પ્રેમ કરે છે.