રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 4 ઑક્ટોબર 2021 (12:13 IST)

નટુકાકાની અંતિમ સફર: પરિવારે રડતી આંખે અંતિમ વિદાય આપી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકાનું કેન્સરની બીમારીથી નિધન થયું છે.  ધનશ્યામ ભાઈ નાયક છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તારક મહેતા સીરીયલ માં તેમણે નટુકાકા નો રોલ નિભાવ્યો હતો. તેમનો આ કિરદાર લોકોએ ખુબ વખાણ્યો. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી ટ્રીટમેન્ટ લઇ રહ્યા હતા અને તેમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી એક્ટિંગ કરવા માંગે છે તેમ જ તેમની ઈચ્છા તારક મહેતાના સેટ ઉપર અંતિમ શ્વાસ લેવાની છે.
 
- અંતિમસંસ્કારમાં દિલીપ જોષી સ્વામિનારાયણના સંતો સાથે આવ્યા હતા
- ભવ્ય ગાંધી (જૂનો ટપુડો), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી નટુકાકાના ઘરે ગયા હતા. અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા. અહીંયા જેઠાલાલ (દિલીપ જોષી), અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) જોવા મળ્યા હતા.