શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: નવીદિલ્હી. , શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (11:02 IST)

Cancer સામે લડી રહેલી Hina Khan એ કરાવ્યુ મુંડન, બોલી મેંટલી સ્ટ્રોન્ગ રહેવુ ખૂબ જરૂરી

Hina Khan shaves head during cancer treatment
Hina Khan shaves head during cancer treatment
 ટીવીની જાણીતી અભિનેત્રી હિના ખાન ત્રીજા સ્ટેજના કેન્સર સામે લડી રહી છે. અભિનેત્રી સતત પોતાના હેલ્થ અપડેટ ફેંસ સાથે શેયર કરતી રહે છે.. થોડા સમય પહેલા અભિનીત્રીએ એક વીડિયો શેયર કર્યો હતો. જેમા તેણે પોતાના વાલ નાના કરાવવાની માહિતી આપી હતી. કીમોથેરેપી સેશન સમયે વાળ ખરવા શરૂ થઈ જાય છે. 
 
હવે અભિનેત્રીએ એક લેટેસ્ટ વીડિયો શેયર કર્યો ક હ્હે. જેમા તે માથુ મુંડાવતી જોવા મળી રહી છે. હિનાએ ઈસ્ટાગ્રામ પર વીડિયો શેયર કરી જણાવ્યુ કે તેમણે માથુ મુંડવવાનો નિર્ણય એટલા માટે કર્યો કારણ કે પોતાના વાળ ધીરે ધીરે ખરતા જોવા એ ખૂબ જ ડિપ્રેસિંગ અને સ્ટ્રેસફુલ હોય છે. 

 
 
વીડિયોમાં આપ્યો મેસેજ 
આ સાથે અભિનેત્રીએ તમામ કેન્સરના દર્દીઓ માટે એક પ્રેરક સંદેશ શેર કર્યો છે અને તેમને માનસિક રીતે મજબૂત રહેવા કહ્યું છે. હિનાએ શેર કરેલા વીડિયોમાં અભિનેત્રી ટ્રીમર વડે માથું મુંડાવતી  જોવા મળે છે. આ સાથે, તેણે ફેંસને બતાવ્યું કે કેવી રીતે તેના વાળને સ્ટ્રોક કરીને, તેના હાથમાં થોડાક વાળ આવે છે. મતલબ વાળનો ગ્રોથ ઘટી રહ્યો છે. 
 
હિનાએ કહ્યુ - મને સ્ટ્રેસ લેવો નથી  
હિના વીડિયોમાં કહે છે કે ફિજિકલ હેલ્થ સાથે જે કંઈ થઈ રહ્યુ છે તેમા તો હુ વધુ કશુ નથી કરી શકતી. પણ જે વસ્તુ પર મારો કંટ્રોલ છે, હુ તેને જરૂર ઠીક કરી શકુ છુ. જો તમારી મેંટલ હેલ્થ સારી છે તો ફિઝિકલ હેલ્થ 10 ગણી વધુ સારી થઈ જાય છે.  
 
મેંટલ હેલ્થ મારા હાથમાં છે. મને આ જર્નીમાં ફિઝિકલ પેન થશે પણ હુ મેંટલી સ્ટ્રોંગ રહેવા માંગુ છુ અને કોઈપણ પ્રકારનુ સ્ટ્રેસ લેવા માંગતી નથી. 
 
આ સમગ્ર સેશન દરમિયાન હિનાએ પોતાના ચેહર પરથી સ્માઈલ જવા દીધી નથી અને બધાને માનસિક રૂપે મજબૂત રહેવાનો આગ્રહ કર્યો.  હિના વીડિયોના એંડમાં કહે છે કે અલ્લાહ અમને બધાને ખૂબ તાકત આપે. અને ટ્રિમર ઉઠાવીને વાળને શેવ કરી લે છે. ફેંસ હિનાની હિમંત જોઈને તેના ફેન થઈ ગયા છે. તે મેસેજીસમાં તેને ખૂબ પ્રેમ આપી રહ્યા છે અને તેને માટે ઈશ્વર ને પ્રાર્થના કરી રહ્યા છે.