શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 16 માર્ચ 2020 (15:25 IST)

નાગિન 4માં હવે જૈસ્મિનના સ્થાન પર જોવા મળશે રશ્મિ દેસાઈ, પહેલીવાર શો ને લઈને આપ્યુ આ નિવેદન

બિગ બોસ 13 દ્વારા ચર્ચામાં આવેલી અભિનેત્રી રશ્મિ દેસાઈને હવે એકતા કપૂરની સીરિયલ નાગિન 4 માં મોટો રોલ મળી ગયો છે.  પહેલા આ શો માં જેસ્મિન ભસીન હતી પણ તેણે શો છોડવાનો નિર્ણય કર્યો. હવે તેના સ્થાન પર રસ્મિ દેસાઈ ને લેવામાં આવી છે. જૈસ્મિન બિગ બોસ 13માં મેહમાન બનીને આવી હતી. અહી આવ્યા પછી જાણ થઈ કે જૈસ્મિન સિદ્ધાર્થની સારી મિત્ર છે અને રશ્મિ સાથે તેનુ વધુ બનતુ નથી. 
આવામાં જ્યારે જૈસ્મિનના સ્થાને રશ્મિને શો માં લેવામાં આવી તો તેનુ આને લઈને નિવેદન આવ્યુ છે.  સાથે જ જૈસ્મિને પણ પોતાના એક્ટિંગ કેરિયર વિશે વાત કરી.  એક ઈંટરવ્યુ દરમિયાન જૈસ્મિને કહ્યુ મે ક્યારેય અભિનય કરવાનો પ્લાન કર્યો નહોતો. મે એક એડ ફિલ્મ કરી હતી જે ખૂબ ફેમસ થઈ ગઈ હતી. 
 
ત્યારબાદ મને એક સાઉઠ ઈંડિયન ફિલ્મની ઓફર  પણ મળી અને મને લાગ્યુ કે મારા ભાગ્યમાં આ લખ્યુ છે. મે મારા માતા-પિતાને વાત કરી અને તેમને મને ખૂબ સપોર્ટ પણ કર્યો. જૈસ્મિને જણાવ્યુ કે તેણે ક્યારેય પણ રિજેક્શનથી ભય નથી લાગતો. કારણ કે શરૂઆતના દિવસમાં મને લાગતુ હતુ કે હુ ખરાબ લાગુ છુ. જ્યારે તેની પાસે પુષ્કળ ઓફર્સ આવવા માંડ્યા તો ધીરે ધીરે આત્મવિશ્વાસ આવ્યો. 
નાગિન 4 માં કામ કરવાને લઈને જૈસ્મિને કહ્યુ, ઘણા લાંબા સમય પછી તેને આવી ઓફર મળી હતી અને તે  આ શો મેળવીને ખૂબ ખુશ હતી. ટીવીએ મને ઓળખ આપી છે. જો બોલીવુડમાંથી મને કોઈ સારો રોલ ઓફર થશે તો હુ તેના વિશે વિચારીશ