સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (13:59 IST)

Kapil Sharma Wedding: સામે આવી કપિલ શર્માના લગ્નની First Photo, જુઓ આ કપલનો રોયલ અંદાજ

ફેમસ કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા (Kapil Sharma) અને તેમની ગર્લફ્રેંડ ગિન્ની ચતરથ(Ginni Chatrath)ના લગ્ન થઈ ગયા છે. બુધવારે અમૃતસરથી નીકળેલ કપિલનો વરઘોડો ગિન્નીના હોમટાઉન જાલંધર પહોંચ્યો. ગિન્નીની ફેમિલીએ જાનૈયાઓનુ સ્વાગત કર્યુ. વરરાજા બનેલ કપિલ શર્મા ખૂબ સારા લાગી રહ્યા હતા.  તો બીજી બાજુ ગિન્ની પણ દુલ્હનના રૂપમાં પારંપારિક પરિધાનો અને ઘરેણામાં ખૂબ જ સુંદર લાગી. 
કપિલ અને ગિન્નીનુ ફર્સ્ટ લુક સામે આવ્યુ છે. કપિલ જ્યા ગ્રીન ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યા તો બીજી બાજુ ગિન્ની રેડ ગોલ્ડન લહેંઘામાં ખૂબ સુંદર લાગી રહી હતી. આ ઉપરાંત કપિલે પગડી પહેરી અને તેના હાથમાં તલવાર પણ દેખાઈ. લગ્ન દરમિયાન પણ કપિલ સાધારણ દાઢીમાં જોવા મળ્યા. સ્ટેજ પર પહોંચતા જ કપિલ અને ગિન્નીએ મીડિયાને સ્માઈલ કરીને પોઝ આપ્યો. 
ઉલ્લેખનીય છે કે કપિલ અને ગિન્નીએ લગ્ન પહેલા અનેક રિવાજો નિભાવ્યા. મહેંદી અને સંગીતની અનેક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુકી છે.  આવામાં હવે લગ્નનુ જશ્ન શરૂ થઈ ચુક્યુ છે. જેમા ગિન્ની નાચતા જશ્ન મનાવતી જોવા મળી રહી છે. 
 
વરઘોડામાં કપિલના પરિવાર અને મોટાભાગના મિત્રો સામેલ રહે. બોલીવુડ જગતથી પણ કપિલના મિત્ર તેના લગ્નમાં હાજર થયા છે.  મંગળવારે રાત્રે કપિલને જાગમાં ભારતી સિહ, કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી સહિત તેમના અનેક કોમેડિયન મિત્રોએ જોરદાર મસ્તી-મજાક કર્યુ હતુ.  કપિલના બધા મિત્રો વરઘોડામાં સામેલ થઈને  જાલંધર પહોંચ્યા.  કપિલ-ગિન્નીના લગ્ન જાલંધરના જાણીતા કબાના સ્પા એંડ રિજોર્ટ્સમાં થઈ.