બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 17 એપ્રિલ 2019 (14:38 IST)

એક સમયે સીધી સાદી દેખાનારી મંદિરાના હૉટનેસના આજે પણ છે દિવાના, જુઓ Photos

એક્ટ્રેસ મંદિરા બેદી પોતાના 47મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. મંદિરાનો જન્મ 15 એપ્રિલ 1972ના રોજ કલકત્તામાં થયો હતો. મંદિરાના પિતાનુ નામ વીરેન્દ્ર સિંહ હેદી અને માતનુ નામ ગીતા બેદી છે.  તેને ખાસ કરીને 90ના દસકાના ટીવી શો શાંતિના લીડર રોલ માટે ઓળખવામાં આવે છે. 
આ પારિવારિક શો માં મંદિરાએ એવી યુવતી (શાંતિ)નુ પાત્ર ભજવ્યુ હતુ જે પોતાના હકની લડાઈ લડતી જોવ મળે છે. આ શો દ્વારા મંદિરા બેદી ઘર-ઘરમાં શાંતિના નામથી ઓળખાવા લાગી હતી. 
ત્યારબાદ મંદિરાએ ઔરત અને ક્યોકિ સાંસ ભી કભી બહુ થી જેવી કેટલીક સીરિયલ્સમાં પણ કામ કર્યુ. પણ હવે મંદિરા પોતાની હોટ તસ્વીરો અને ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. 
એક સમયે હતો જ્યારે હૉટ મંદિરા એકદમ સીધી સાદી દેખાતી હતી. લાંબા વાળની સાથે દેશી લુક તેની સુંદરતાને ચાર ચાંદ લગાવતુ હતુ. પણ હવે મંદિરા પહેલાથી અનેકગણી હોટ અને સેક્સી થઈ ગઈ છે.  બૉયકટ લુક સાથે બોલ્ડ અદાઓ જોઈને આજે પણ કોઈ મંદિરાની વયનો અંદાજ લગાવી શકતુ નથી. 
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી 1999ના રોજ તેણે ફિલ્મમેકર રજ કૌશલ સાથે 7 ફેરા લીધા. બંનેનો એક પુત્ર છે. જેનો જન્મ 19 જૂન 2011માં થયો છે. તેમણે પોતાના પુત્રનુ નામ વીર રાખ્યુ છે.  અનેક ટીવી સીરિયલમાં કામ કરી ચુકેલ મંદિરાએ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. 
તેણે દિલવાલે દુલ્હનિયા લે જાયેગે (1995) થી બોડીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ઉપરાંત તે બાદલ (2000), શાદી કા લડ્ડુ (2004), મીરાબાઈ નૉટ આઉટ(2008), ઈત્તેફાક (2017) જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.