"હુ પાકિસ્તાનમાં પરફોર્મ કરીશ, કોઈ રોકીને બતાવે" આ અભિનેત્રીએ આપ્યુ ચોંકાવનારુ નિવેદન

shilpa shetty
Last Modified શનિવાર, 24 ઑગસ્ટ 2019 (16:32 IST)
પાકિસ્તાન અને ભારત વચ્ચે તનાવને કારણે બંને દેશો વચ્ચે એકબીજાના કલાકારો પર બૈન લાગી ગયો છે. આવામાં થોડા દિવસ પહેલા પાક્સિતાનમાં પરફોર્મ કરીને પરત ફરેલા મીકા સિંહને જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
તેમના પર ઓલ ઈંડિયા સિને વર્કર એસોસિએશન
(AICWA) અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈંડિયા સિને ઈમ્પ્લોઈ (FWICE)એ બૈન લગાવી દીધો હતો.
ત્યારબાદ જ્યારે મીકા સિંહે માફી માંગી ત્યારે જઈને બૈન હટાવાયો. આ સમગ્ર મામલા પછી ફેમ અને જાણીતી અભિનેત્રી શિલ્પા શિંદે ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે કંઈક એવુ કહી દીધુ કે સોશિયલ મીડિયા પર બવાલ ઉભો થઈ ગયો છે.


જાણીતો ટીવી શો ભાભીજી ઘર પર હૈ.. માં અંગૂરી ભાભીનો
રોલ ભજવીને ચર્ચામાં આવનારી અભિનેત્રી શિલ્પા શિંદેએ મીકા સિંહને સપોર્ટ કર્યુ છે. સ્પોટ બોય ડોટ કોમના સમાચાર મુજબ શિલ્પા કહે છે કે જો મારો દેશ મને વીઝા આપે છે અને તેમનો દેશ મારુ સ્વાગત કરે છે તો હુ જરૂર પાકિસ્તાન જઈશ. એક કલાકારને નાતે પરફોર્મ કરીસશ. આ મારો હક છે. મને કોઈ નથી રોકી શકતુ.
કોઈ કલાકારને તમે આ રીતે બૈન નથી કરી શકતા.
મને રોજી રોટી કમાવવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. હુ ચાહુ તો રોડ પર સ્ટેજ લગાડીને પણ પરફોર્મ કરી શકુ છુ. મિકા પાજી પાસેથી બળજબરીપૂર્વક સોરી બોલાવડાવાયુ જે ખોટુ છે.

શિલ્પાનો ખુલ્લો પડકાર

શિલ્પાએ આગળ કહ્યુ કે હુ કલાકાર છુ. જ્યા તક મલશે પરફોર્મ કરીશ. કોઈની હિમંત નથી કે મને રોકે. આ લોકોથી હુ બિલકુલ ગભરાતી નથી.
તેમણે કહ્યુ, "પર બૈન લગાવનારી ફેડરેશન જેછે તેના જેવા
50 પ્રકારના ફેડરેશન બનેલા છે. બધાને પૈસા ખાવા છે. શિલ્પાએ પોતાના પાકિસ્તાની ફૈસ વિશે પણ જણાવ્યુ. તેણે કહ્યુ 'મારા ઘણા પાક્સિતાની ફૈસ છે. જેમણે મને બિગ બોસ જીતવામાં મદદ કરી. મને ત્યાના કપડા કુરિયર દ્વારા મોકલવામાં આવે છે.
તેમા ખોટુ શુ છે ?

ખૂબ થઈ નારાજ

ઉલ્લેખનીય છેકે શિલ્પા બિગ બોસ 11ની વિનર રહી ચુકી છે. તેણે ટીવી સીરિયલ્સ ઉપરાંત કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
શિલ્પા શિંદે ભાભીજી ઘર પર છે. છોડ્યા પછી જોરદાર ચર્ચામાં આવી હતી. તેણે મેકર્સ પર આરોપ લગાવ્યો હતો કે તે વધુ કામ કરાવે છે પણ એ મુજબના પૈસા આપવા તૈયાર નથી. આ મામલો જોરદાર ચર્ચામાં રહ્યો હતો. ત્યારબાદ શિલ્પાને બિગ બોસની ઓફર મળી હતી.


આ પણ વાંચો :