ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 11 નવેમ્બર 2017 (10:55 IST)

બિગ બોસ 11 - શિલ્પા શિંદેએ ખોલ્યુ રહસ્ય.. પહેલીવાર ઓટોમાં કર્યુ હતુ કિસ અને..

બિગ બોસ સીઝન 11માં શિલ્પા શિંદેને લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. શિલ્પાને તેના ફેન્સ જ નહી સલમાન ખાન પણ પસંદ કરી રહ્યા છે. સલમાને તાજેતરમાં જ એક એપિસોડમાં કહ્યુ હતુ  કે તેઓ શિલ્પાને ખૂબ પસંદ કરે છે. શિલ્પાએ જે રીતે વિકાસને પરેશાન કર્યો તે જોઈને કેટલાક લોકોને તેના પર ગુસ્સો આવ્યો પણ છતા આ અંગૂરી ભાભાની ફૈન ફૉલોવિંગ વધતી જ જઈ રહી છે. શિલ્પાએ બિગ બોસના એક એપિસોડમાં ખુલાસો કર્યો હતો કે જે ચેનલ માટે તે કામ કરતી હતી એ લોકોએ તેનો એમએમએસ બનાવ્યો હતો નએ હવે શિલ્પાએ એકવાર ફરી પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલાસો કર્યો છે. 
 
કલર્સ ચેનલે તાજેતરમાં જ વૂટ પર બિગ બોસ શો નો એક ન જોયેલો વીડિયો અપલોડ કર્યો જેમા પુનીશ, શિલ્પા, અર્શી અને બંદગી  બેસી પોતાના પ્રથમ પ્રેમ વિશે ડિસ્કસ કરે છે. શિલ્પા બતાવે છે કે 10માં ક્લાસમાં એક યુવક તેને ખૂબ પસંદ કરતો હતો. એકવારે તે એ યુવક સાથે રિક્ષામાં બેઠી હતી તો તેણે તેને કિસ કર્યુ.  પોતાના ફસ્ટ કિસને યાદ કરતા શિલ્પાએ કહ્યુ, "જ્યારે અમે બંને રિક્ષામાં બેસ્યા હતા ત્યારે તે મને બોલ્યો કે તેણે પોતાના મિત્રો સાથે શરત લગાવી છે કે શિલ્પા તને કિસ નહી આપે.. જેના પર મે કહ્યુ એવુ બોલ્યા તે.. તો જા તેમને જઈને કહી દે કે મેં તને કિસ કર્યુ.. તે ખૂબ ખુશ થઈ ગયો.  મે પછી કહ્યુ.. તને હુ હમણા કિસ આપ્યુ કે નહી એ જોવા માટે કોઈ નહી આવે.. બિચારાનુ મોઢુ એકદમ પડી ગયુ.."
 
શિલ્પા ઉપરાંત બંદગીએ પણ પોતાની શાળાના કિસ્સા બતાવતા કહ્યુ કે તેનો પણ એક બોયફ્રેંડ હતો. બંનેયે શાળાની પાછળ એક ગ્રાઉંડમાં જઈને કિસ કર્યુ હતુ.  ઉલ્લેખનીય છે કે શિલ્પાને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે.. અનેક  લોકો તો એ પણ કહે છે કે શિલ્પા શો ને જીતશે.