શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 2 સપ્ટેમ્બર 2024 (10:49 IST)

'બિગ બોસ 18'માં જોવા મળશે 'અનુપમા'નો વનરાજ ? સુધાંશુ પાંડેએ મોટી ફી માટે છોડી સિરિયલ, જાણો શુ બોલ્યા અભિનેતા

sudhanshu pandey
sudhanshu pandey
જ્યારથી સુધાંશુ પાંડેએ સિરિયલ 'અનુપમા' છોડી છે ત્યારથી વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના શો 'બિગ બોસ 18'માં મોટી ફી મળવાને કારણે તેણે રાજન શાહીની સીરિયલને અલવિદા કહી દીધું. પરંતુ હવે અભિનેતાએ પોતે સત્ય કહ્યું છે.

 
ટીવીની દુનિયામાં નંબર વન સીરિયલ રહેલ અનુપમા હંમેશા ચર્ચામાં રહે છે. પણ આ વખતે કારણ જુદુ છે. જ્યાર વનરાજ શાહનુ પાત્ર ભજવનારા સુધાંશુ પાંડેએ તેને અલવિદા કહ્યુ છે. ત્યારથી જુદા-જુદા પ્રકારના ધારણાઓ લગાવી છે. કોઈનુ કહેવુ છે કે પ્રોડ્યુસર-ડાયરેક્ટર રાજન શાહી સાથે સુંધાશુના રિલેશન સારા નહોતા. તો કોઈએ એવુ પણ કહ્યુ કે આની પાછળ રૂપાલી ગાંગુલી છે. અત્યાર સુધી લેટેસ્ટ રિપોર્ટમાં દાવા કરવામાં આવ્યો કે સુધાંશુએ સલમાન ખાનના રિયાલિટી શો  બિગ બોસ 18 નો એક ભાગ બનવા માટે આટલો મોટો નિર્ણય લીધો છે. પણ અતયર સુધી આના પર અભિનેતાએ પોતાનુ રિએક્શન આપ્યુ છે અને અફવાઓને રદ્દ કરતા હકીકત બતાવી છે. 
 
Sudhanshu Pandey એ  તાજેતરમાં  'અનુપમા'માંથી અચાનક બહાર થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે, તેણે આ હિટ શો છોડવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રૂપાલી ગાંગુલી સાથેના વિવાદ બાદ અભિનેતાએ શો છોડી દીધો હતો.
 
જ્યારે અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને શો છોડવાની માહિતી આપી ત્યારે બધા ચોંકી ગયા. તેણે ચાહકોના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો. તેણે પોતાના આકસ્મિક નિર્ણય માટે માફી પણ માંગી અને કહ્યું કે તે આ રક્ષાબંધન (29 ઓગસ્ટ)ના શોનો ભાગ નથી.