બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 9 સપ્ટેમ્બર 2024 (16:54 IST)

વિકાસ સેઠીના અંતિમ સંસ્કારમા માતાની રડી રડીને હાલત ખરાબ

'ક્યોકી સાસ ભી કભી બહુ થી', 'કહીં તો હોગા' અને 'સસુરાલ સિમર કા' જેવા ટીવી શો માટે પ્રખ્યાત અભિનેતા વિકાસ સેઠીનું 48 વર્ષની વયે શનિવારે રાત્રે નાસિકમાં હાર્ટ એટેકથી અવસાન થયું.  વિકાસ સેઠીના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. વિકાસના અંતિમ સંસ્કાર સોમવારે મુંબઈમાં કરવામાં આવ્યા હતા, જેમાં તેમના પરિવારના સભ્યો તેમજ ઘણી હસ્તીઓ હાજર રહી હતી. દરમિયાન, વિકાસ સેઠીની અંતિમયાત્રામાં તેમની માતાનો એક દિલ દહેલાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમે પણ તમારા આંસુ રોકી શકો નહી. 

 
વિક્સા સેઠીના અંતિમ સંસ્કારમાં માતાની હાલત થઈ ખરાબ 
કભી ખુશી કભી ગમમાં કરીના કપૂર ખાનના પાત્ર પૂજાના મિત્ર રૉબીની ભૂમિકા ભજવનારા અભિનેતા વિકાસ સેઠીનો રવિવારે (8 સપ્ટેમ્બર)ના રોજ નાસિકમાં ઉંઘમાં જ હાર્ટ એટેક આવવાથી નિધન થયુ હતુ. વિકાસના અંતિમ સંસ્કારની અનેક હ્રદય કંપાવનારી તસ્વીરો સામે આવી છે. જેમા અભિનેતાની માતા પોતાના પુત્રના પાર્થિવ શરીરને જોઈને રડતી દેખાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો એ હલચલ મચાવી છે. 
 
વિકાસ સેઠીનો અંતિમ સંસ્કાર 
અભિનેતાની માતા સુરેખા સેઠીનો એક વીડિયો ઈસ્ટાગ્રામ પર એક પૈપરાજી દ્વારા શેયર કરવામાં આવ્યો છે. જેમા તે પોતાના પુત્રના પાર્થિવ શરીરને જોઈને ધ્રુસકે ધ્રુસકે રહી રહી છે ત્યા હાજર લોકો તેમને જોઈને ખુદના આંસુ નથી રોકી શકતા. હિતેન તેજવાની અને શરદ કેલકર જેવા અભિનેતા પણ વિકાસને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા.  અભિનેતા જસવીર કૌર અને દીપક તિજોરી પણ વિકાસના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.
 
વિકાસ સેઠી વિશે
વિકાસ સેઠીની પત્ની જ્હાનવી સેઠીએ સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને જાહેરાત કરી હતી કે તેમના અંતિમ સંસ્કાર સોમવારે મુંબઈમાં હિન્દુ પરંપરા મુજબ કરવામાં આવશે. 9 સપ્ટેમ્બરે હિન્દુ પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી', 'કહીં તો હોગા', 'કસૌટી ઝિંદગી કી' જેવા શોનો ભાગ રહી ચૂકેલા વિકાસ સેઠી દરેક ઘરમાં એક ઓળખી શકાય એવો ચહેરો બની ગયો હતો.