બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 9 જુલાઈ 2019 (17:31 IST)

Yeh Rishta Kya Kehlata Hai - ચાઈલ્ડ આર્ટિસ્ટ શોર્યને બહાર કરવામાં આવ્યો, તાવ આવવાથી શૂટિંગ નહોતો કરી શકતો

સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માંથી ચાઈલ્ડ આર્ટિસ્ટ શોર્ય શાહને રિપ્લેસ કરવામાં આવ્યો છે.  એક બાજુ જ્યા સોશિયલ મીડિયા પર એવુ કહેવાય રહ્યુ છે કે તેમને સેટ પર નખરા કરવાને કારણે બહાર કર્યો છે તો બીજી બાજુ તેમની માતાએ તેની પાછળ કોઈ બીજુ કારણ બતાવ્યુ છે . જેના મુજબ શોર્યને તાવ છે. જેને કારણે તે અનેક કલાક સુધી તેનુ શૂટિંગ પર જવુ શક્ય નથી. 
 
 
5 દિવસથી બીમાર છે શોર્ય - શોર્ય શો માં કૈરવનો રોલ કરી રહ્યો હતો અને ટીવી ઓડિયંસ વચ્ચે તેમની ઘણી પોપુલૈરિટી છે. એક અંગ્રેજી એંટરનેટનમેંટ વેબસાઈટ સાથે વાતચીતમાં તેમની માતાએ કહ્યુ - સેકડો વાર્તાઓ ગઢવામાં આવી રહી છે. પણ હકીકત એ છે કે શોર્યને 5 દિવસથી વાયરલ ફીવર છે.  જેને કારણે તે શૂટ માટે નહોતો જઈ શકતો. અહી સુધી કે આજે તે પોતાની શાળામ પણ નથી ગયો.   પુરાવા સ્વરૂપે મારી પાસે તેના બધા મેડિકલ સર્ટિફિકેટ છે. જેથી તે જલ્દી થી જલ્દી તેને રિપ્લેસ કરી શકે. 
 
2 કલાકથી વધુ શૂટ નહોતો કરી શકતો - તેમણે શોર્યને એક દિવસના શૂટ માટે બોલાવ્યો હતો. પણ અમે કહ્યુ કે તે આ કંડીશનમાં નથી. જો કે થોડા ડિસ્કશન પછી  અમે તેને શૂટ માટે લઈ પહોંચ્યા. પણ તે બે કલાકથી વધુ શૂટ ન કરી શક્યો.  ત્યારે અમે તેને પરત લઈ આવ્યા.  પ્રોડક્શન હાઉસને તેના 9-10 કલાકના શૂંટિંગની જરૂર હતી જે શક્ય નહોતુ. તેથી તેમને રિપ્લેસમેંટનો રસ્તો પસંદ કરવો પડયો.