સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (15:20 IST)

Shivangi Joshi એ હોમટાઉનમાં કરી મસ્તી, ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેનો આ Video

ટીવી અભિનેત્રી શિવાંગી જોશી (Shivangi Joshi) હાલ પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. થોડા દિવસમાં પહેલા જ શિવાંગી જોશી પોતાના પરિવાર સાથે વૈષ્ણોદેવી અને અમૃતસર ફરવા ગઈ હતી. આ દરમિયાન તસ્વીરો અને વીડિયોઝમાં શિવાંગી પરિવાર સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળી હતી. હાલ શિવાંગી પોતાના હોમટાઉન દેહરાદૂનમાં છે અને ત્યા તેનો મજેદાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શિવાંગી જોશી ડાંસ કરી રહી છે અને મિનિટોમાં જ આ વીડિયો સોશિયલ મીડિયા પર  વાયરલ થઈ ગયો છે. 
 
ફેંસને ગમી રહ્યો છે આ વિડિયો 

 
આ વીડિયોમાં શિવાંગી જોશી ફિલ્મ ઘનચક્કરનાં ગીત પર ડાન્સ કરી રહી છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' એક્ટ્રેસ શિવાંગી જોશીનો વીડિયો અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'તમે આ વીડિયોમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છો, અમારા લોકો માટે આવા વીડિયો પોસ્ટ કરતા રહો.'
 
‘યે રિશ્તા...’ સીરીયલને શિવાગીએ કહ્યુ અલવિદા 

 
થોડા દિવસ પહેલા જ શિવાંગી જોશીએ પોતાની સુપરહિટ સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને અલવિદા કહી દીધુ છે. આ સીરિયલના મેકર્સએ તાજેતરમાં જ 12 વર્શની લીપ લીધી છે. જ્યારબાદ હવે સ્ટોરી નવા પાત્રની આસપાસ ફરી રહી છે. અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે શિવાંગી લીપ પછી મોટા વયની મહિલાનો રોલ ભજવવા માંગતે નહોતી. 
 
અભિનેત્રીએ ઠુકરાવી બિગ બોસની ઓફર 

 
 
બિગ  બોસ 15ના મેકર્સે શિવાંગી જોશી અને તેમના કો-સ્ટાર મોહસિન ખાનને અપ્રોચ કર્યો હતો. મેકર્સ ટીવીની આ જાણીતી જોડી પર 4 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે પણ તૈયાર હતા. શિવાંગી અને મોહસિન ખાને આ શો મા ન આવવાનો નિર્ણય લીધો.