ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો

Last Updated: ગુરુવાર, 28 જાન્યુઆરી 2016 (18:09 IST)
ભૂખીમાતા મંદિર: આ મંદિરમાં રાજા વિક્રમાદિત્યના રાજા બનવાની કથા જોડાયેલી છે. કહેવામાં આવે છે કે ભૂખી માતાને રોજ એક જવાન યુવાનની બલી ચડાવવામાં આવતી હતી. પહેલા તેને ઉજ્જૈનનો રાજા ઘોષીત કરવામાં આવતો હતો ત્યાર બાદ ભૂખી મતા તેને ખાઇ જતી હતી. એક વાર એક દુખી માનો વિલાપ જોઇને વિક્રમાદિત્યએ વચન આપ્યુ કે તેના દિકરાની જગ્યાએ તે નગરનો રાજા અને ભૂખી માતાનો ભોગ બનશે. 
 
રાજા બનતાની સાથે જ વિક્રમાદિત્યએ આખા શહેરને સુગંધીત ભોજનથી શણગારવાનો આદેશ આપ્યો. દરેક જ્ગ્યાએ છપ્પન ભોગ સજાવી દેવામાં આવ્યાં. ભૂખી માતાની ભૂખ વિક્રમાદિત્યને પોતાનો આહાર બનાવતા પહેલા જ ખત્મ થઈ ગઈ અને તેઓએ વિક્રમાદિત્યને પ્રજાપાલક ચક્રવર્તી સમ્રાટ થવાના આશીર્વાદ આપી દીધા. ત્યારે વિક્રમાદિત્યએ તેમના સન્માનમાં આ મંદિરની સ્થાપના કરી.
 
કાલીદેહ મહેલ: આ મહેલનું નિર્માણ સિંધિયા ઘરાનાએ કરાવ્યું હતું. દંતકથા છે કે ઉજ્જૈનનો ફક્ત એક જ મહારાજા હતો અને તે હતો મહાકાલ. આ સિવાય બીજા કોઇ પણને ઉજ્જૈનમાં રાત ગાળવાની અનુમતી નહોતી. જો તે ઉજ્જૈનમાં રાત ગાળી લે તો જલ્દી તેનું રાજપાઠ નષ્ટ થઈ જાય. આ દંતકથાને લીધે સીંધીયા રાજાઓએ પોતાના રહેવા માટે આ મહેલને બનાવડાવ્યો હતો. 
 
સાંદિપની આશ્રમ: ફક્ત ધાર્મિક રાજધાની નથી પરંતુ પ્રાચીન કાળમાં શૈક્ષણીક રાજધાની પણ માનવામાં આવતી હતી. દ્વાપર યુગમાં અહીયાં સાંદીપની નામે પ્રમુખ ગુરૂકુળ હતું. અને આ તે જ ગુરૂકુળ છે જ્યાં શ્રીકૃષ્ણ અને સુદામાએ વિદ્યા મેળવી હતી.


આ પણ વાંચો :