રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2019 (17:59 IST)

73મું સ્વતંત્રતા દિવસ 2019- ક્યાં હતા તે દિવસે મહાત્મા ગાંધી, વાંચો 15 ઓગસ્ટની 10 રોચક વાતોં

Independence Day 2019- 15 ઓગસ્ટનો દિવસ ભારતમાં સ્વતંત્રતા દિવસ (Independence Day)ના રૂપમાં ઉજવાય છે. 
 
સન 1947માં  તે દિવસે ભારતને બ્રિટુશ શાસનથી આઝાદી મળી હતી. હિંદુસ્તાનને આઝાદી અપાવવામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મુખ્ય  ભૂમિકા હતી. પણ તમને આ વાતની જાણકારી નહી હશે કે જ્યારે ભારતને આઝાદી મળી હતી તો મહાત્મા ગાંધી આ ઉત્સવમાં નથી હતા. ત્યારે તે દિલ્લીથી હજારો કિલોમીટર દૂર બંગાળના નોઆખલીમાં હતા. જ્યાં તે હિંદુઓ અને મુસ્લિમોના વચ્ચે થઈ રહી સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે અનશન કરી રહ્યા હતા. આઝાદીની વર્ષગાંઠના અવસરે અહીં જાણો તેનાથી સંકળાયેલા એવા જ રોચક તથ્ય. 
 
1. 15 ઓગસ્ટ 1947, ને જ્યારે ભારતને આઝાદી મળી હતી ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આ ઉત્સવમાં નથી હતા. ત્યારે તે દિલ્લીથી હજારો કિલોમીટર દૂર બંગાળના નોઆખલીમાં હતા.
 
2. 14 ઓગસ્ટની મધ્યરાત્રીને જવાહરલાલ નેહરૂએ તેમનો એતિહાસિક ભાષણ ટ્રિસ્ટ વિદ ડેસ્ટની આપ્યું હતું. આ ભાષણને આખી દુનિયાએ સાંભળ્યું હતું પણ મહાત્મા ગાંધીએ તેને નથી સાંભળી શકયા કારણ કે તે દિવસે તે જલ્દી સૂઈ ગયા હતા. 
 
3. દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લાથી ધ્વજ ફરકાવે છે, પણ 15 ઓગસ્ટ 1947 ને આવું નથી થયું હતું. લોકસભા સચિવાલયના એક શોધ પત્ર પ્રમાણે નેહરૂએ 16 ઓગસ્ટ, 1947ને લાલ કિલ્લાથી ધ્વજ ફરકાવ્યુ હતું. 
 
4. 15 ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાનના વચ્ચે સીમા રેખા નક્કી નથી થઈ હતી. તેનો નિર્ણય 17 ઓગસ્ટને રેડક્લિફ લાઈનની જાહેરાતથી થઈ જે ભારત અને પાકિસ્તાનની સીમાઓને નિર્ધારિત કરતી હતી. 
 
5. ભારત 15 ઓગસ્ટને આઝાદ જરૂર થઈ ગયું પણ તે સમયે તેનો કોઈ રાષ્ટ્રગાન નથી હતું. પણ રવીન્દ્રનાથ ટેગોર "જન ગન મન " 1911માં લખી દીધું હતું, પણ આ રાષ્ટ્રગાન 1950માં જ બન્યું. 
 
6. 15 ઓગસ્ટની તારીખને જ દક્ષિણ કોરિયા, બહરીન અને કાંગો દેશનો પણ સ્વતંત્રતા દિવસ હોય છે. પણ આ દેશ જુદા જુદા વર્ષ ક્રમશ: 1945, 1971, 1960ને આઝાદ થયા હતા. 
 
7. આ લાર્ડ માઉંટબેન જ હતા જેને વ્યકતિગત રીતે ભારતની સ્વતંત્રતા માટે 15 ઓગસ્ટનો દિવસ નક્કી કર્યુ કારણ કે આ દિવસે તે તેમના કાર્યકાળના માટે ખૂબ સૌભાગ્યશાળી માનતા હતા. 
 
8. 15 ઓગસ્ટને ભારત સિવાય ત્રણ બીજા દેશનો પણ સ્વતંત્રતા દિવસ હોય છે. દક્ષિણ કોરિયા, 1945ને આઝાદ થયું બ્રિટેનથી બહરીન  15 ઓગસ્ટ, 1971ને અને ફ્રાંસથી કાંગો   15 ઓગસ્ટ, 1960ને આઝાદ થયા હતા.  
 
9.  15 ઓગસ્ટ, 1947ને લાર્ડ માઉંટબેટનએ તેમના ઑફિસમાં કામ કર્યું. બપોરે નેહરૂએ તેને તેમના મંત્રીમંડળની યાદી સોંપી અને પછી ઈંડિયા ગેટની પાસે પ્રિંસેજ ગાર્ડનમાં એક સભાને સંબોધિત કર્યું. 
 
10.  15 ઓગસ્ટ 1947ને, 1 એઊપિયા 1 ડૉલરના સમના હતા અને સોનાના ભાવ 88 રૂપિયા 62 પૈસા દર ગ્રામ હતું