શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 4 જુલાઈ 2019 (12:15 IST)

Budget Special - છેલ્લા 4 વર્ષમાં ભારતીય રેલવેએ બાળકોની ટિકિટ દ્વારા 1500 કરોડની કરી કમાણી

ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષમાં ટિકિટનુ ભાડુ વધાર્યુ છે. આ સાથે જ 5 થી 12 વર્ષ સુધીના બાળકો માટે પુર્ણ ટિકિટ માન્ય કરી દેવાને કારણે ઈંડિયન રેલવેને ખૂબ ફાયદો થયો છે.  બુધવારે રેલ મંત્રી પીયૂષ ગોયલએ માહિતી આપતા કહ્યુ કે વર્ષ 2015થી લઈને અત્યાર સુધી રેલવેને 1500 કરોડ રૂપિયાનો ફયદો થઈ ચુક્યો છે. મોદી સરકારના આ ફેરફારથે ભારતીય રેલવેની સ્થિતિમાં સુધાર થયો છે. આ ઉપરાંત આવનારા સમયમાં સરકાર ભારતમાં બુલેટ ટ્રેન અને વંદે ભારત જેવી અનેક ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહી છે. 
 
વધારાના રેવેન્યુથી કમાવ્યા 1500 કરોડ રૂપિયા 
 
ઉલ્લેખનીય છે કે રેલવેએ ડિસેમ્બર 2015થી અત્યાર સુધી 1500 કરોડ રૂપિયાના વધારાનો રેવેન્યુ કમાવ્યો છે. આ સમય જો તમે તમરા બાળકો માટે ટિકિટ બુક કરે છે તો તમને આખી ટિકિટ લેવી પડે છે. પહેલાના સમયમાં રેલવે વિભાગ દ્વારા બાળકો માટે અડધી ટિકિટ વસૂલવામાં આવતી હતી. 
 
લોકસભામાં પીયૂષ ગોયલે આપી માહિતી 
 
લોકસભામાં એક સવાલના જવાબમાં ગોયલે કહ્યુ કે રેલવે ડિસેમ્બર 2015થી મે 2019 ના વચ્ચે લગભગ 1596 કરોડ રૂપિયાનો વધુ રેવેન્યુ અર્જિત કર્યો છે. ડિસેમ્બર 2015માં નિયમોને બદલવામાં આવ્યો હતો અને મુસાફરોને બાળકો માટે અલગ બર્થ અને સીટ બુક કરવાની સુવિદ્યા આપવામાં આવી હતી. 5 થી 12 વર્ષના બાળકો માટે આખી ટિકિટ લેતા આ સુવિદ્યા લઈ શકાય છે. 
 
ભારતમાં ટૂંક સમયમાં જ આવશે બુલેટ ટ્રેન 
 
મોદી સરકારે તાજેતરમાં જ વંદે ભારત જેવી સ્પેશય્લ ટ્રેન ચલાવીને મુસાફરોને લાંબી યાત્રા કરવા માટે ખૂબ રાહત આપી છે. પહેલાના સમયમાં જે યાત્રાને પુર્ણ કરવામાં 20 કલાકનો સમય લાગી જતો હતો. હવે આ યાત્રા ફક્ત 10થી 12 કલાકમાં પુર્ણ થઈ જાય છે. આ સાથે જ મોદી સરકાર ટૂંક સમયમાં જ બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારીમાં  લાગી છે.