મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Updated :ગાંધીનગર: , મંગળવાર, 2 જુલાઈ 2019 (13:29 IST)

બજેટ પહેલાં ગૃહ થયો ખુલાસો: ગુજરાતના મુખ્યમંત્રીના શહેરમાં મહિલાઓ અસુરક્ષિત

પ્રશ્નોતરીકાળમાં થયો ખુલાસો: અમદાવાદ-ગાંધીનગરમાં બળાત્કારના કેસમાં વધારો
 
 આજે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ ગયું છે. 21 દિવસ સુધી ચાલના આ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નિતિન પટેલ બજેટ રજૂ કરશે. નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના નાણામંત્રી વિધાનસભાગૃહમાં પોતાનું ૭મું બજેટ રજુ કરવા માટે વિધાનસભા પહોંચી ગયા છે. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ કે જેમની બજેટ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે તેવો પણ વિધાનસભા પહોંચી ગયા છે. ગુજરાતના વિકાસની નવી દિશા આપનારું બજેટ હશે તેવો આશાવાદ
 વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કૃષિ મહિલા અને રોજગાર લક્ષી બજેટ હશે તેવું પણ લોકોનું અનુમાન છે. 
બજેટમાં જળસંચય માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 
 
ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રારંભ થતાની સાથે જ પ્રશ્નોત્તરીકાળમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ ગૃહમાં આપવામાં આવ્યો હતો. વિધાનસભામાં નિઝરના ધારાસભ્ય સુનિલ દ્વારા ગૃહમાં ધર્મ પરિવર્તન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ગૃહમાં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 13 જિલ્લાના 324 લોકોએ ધર્મપરિવર્તનની અરજી કરી 
હતી, જેમાંથી 187 અરજીઓ મંજુર થઈ
 છે. 298 હિન્દુ, 19 મુસ્લિમો, 6 ખ્રિસ્તીઓ અને બૌદ્ધએ ધર્મ પરિવર્તનની અરજી કરી છે. 
 
ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે આશારામ આશ્રમમાં બે બાળકોના મોતની તપાસના અહેવાલ અંગે પ્રશ્ન કર્યો હતો જેનો ગૃહમાં લેખિતમાં જવાબમાં આપતાં જણાવ્યું હતું કે આશારામ આશ્રમમાં દિપેશ અને અભિષેકના મોતની તપાસ માટે ડી કે ત્રિવેદી પંચ નિમવામાં આવ્યું છે. 31 જુલાઈ 2013ના રોજ રાજ્ય સરકારને અહેવાલ મળ્યો હતો. મળેલો તપાસ અહેવાલ સરકારની વિચારણા હેઠળ
 છે. 
 
વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન
 
વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુમ થયેલા બાળકોમાં ૯૦ ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ઘર છોડીને જતા રહેતા હોય છે. રાજ્યમાં એક પણ કેસ બાળકોના અંગ નાખવાનું કોઈ કેસ કે કૌભાંડ નથી. 
 
રાજ્યમાં બાળકો ગુમ થવાનો આંકડો ચોંકાવનારો સામે આવ્યો છે. છેલ્લા 1 વર્ષમાં સમગ્ર રાજ્યમાં 2307 બાળકો ગુમ થયા
 હતા જેમાંથી 1804 બાળકો મળી આવ્યા છે.
 જ્યારે 497 બાળકોનો હજુસુધી કોઈ અતોપતો નથી. ગુમ થનારા સૌથી વધુ બાળકો 14 થી 18 વર્ષની ઉંમરના 
છે. સૌથી વધુ અમદાવાદમાંથી 431 બાળકો ગાયબ થયા હતા જેમાંથી 369 પરત ફર્યા
 છે. રાજકોટમાંથી 247 બાળકો ગુમ થયા હતા જેમાંથી 176 બાળકો પરત ફર્યા
 છે.
 
અમદાવાદીઓની ઇ-મેમો ભરવામાં નિરસ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં સરકારે 61 કરોડથી વધુની રકમના ઇ-મેમો આપ્યા
, જેની સામે માત્ર રૂ 14 કરોડ 81 લાખ જ સરકારી તિજોરીમાં જમા થયા છે.
 
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં જ મહિલાઓ અસુરક્ષિત હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વર્ષ 2017માં 74 બળાત્કાર જ્યારે 68 છેડતીના બનાવો 
નોંધાયા હતા જ્યારે વર્ષ 2018માં 64 બળાત્કાર અને 39 છેડતીના બનાવો બન્યા હતા. 
 
અમદાવાદ ગાંધીનગરમાં બળાત્કારના કેસમાં વધારો
વર્ષ 2017-18માં અમદાવાદ શહેરમાં 131 કેસ હતા જે 2018-2019માં વધીને 180 થયા હતા, જ્યારે ગાંધીનગરમાં 2017-18માં બળાત્કારના 12 કેસ હતા જે 2018-19માં 14 કેસ થયા છે.