ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Updated : મંગળવાર, 2 જુલાઈ 2019 (16:23 IST)

Gujarat Budget - જાણો નીતિનભાઈ પટેલના બજેટની મુખ્ય વાતો

વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ નું બજેટ રજુ જુુુઓ live 



-  નાણામંત્રી નીતિન પટેલે પહેલીવાર મોટુ બજેટ રજૂ કર્યુ, નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનું બજેટ, રાજ્યની સ્થાપના બાદ પહેલીવાર 2 લાખ કરડોનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે
- નાણામંત્રી નીતિન પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 260 કરોડની અને નર્મદા યોજના માટે 6595 કરોડની ફાળવણી કરી છે
- ભારત સરકારે રાજ્યના 28 લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે 1,131 કરોડ ચૂકવ્યા, ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી છે, જેથી રાજ્યના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન મળે તે માટે વ્યાજ સહાય માટે 952 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
- 2020 સુધી તમામ વિસ્તારમાં નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી પહોંચાડાશે, જેના માટે હાલ 4500 કરોડની ફાળવણી કરવામાં આવી છે
- ઉદ્યોગોના દુષિત પાણીને શુદ્ધ કરીને દરિયામાં નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન નંખાશે, આ માટે રૂ.2,275 કરોડ ખર્ચાશે. આ માટે આ વર્ષે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
- નવી સોલાર રૂફટોપ યોજનામાં 3 કિલોવોટનો પ્લાન્ટ ફીટ કરાવનાર પરિવારને 40 ટકા સબસિડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસિડી માટે રૂ.1000 કરોડની જોગવાઇ, આનો લાભ 2 લાખ પરિવારોને લાભ મળશે