જાણો કોણ છે મોદી કેબિનેટના હાઈ પ્રોફાઈલ મંત્રી પીયૂષ ગોયલ... જે રજુ કરશે Budget 2019

piyush goel
નવી દિલ્હી| Last Updated: ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (17:52 IST)
. મોદી સરકારમાં પહેલીવાર અરુણ જેટલીના સ્થાન પર પીયૂષ ગોયલ (Piyush Goyal)
બજેટ
(Budget 2019) રજુ કરશે. લોકસભા ચૂંટણીના ઠીક પહેલા
રજુ થવા જઈ રહેલ આ બજેટને લઈને ગોયલ સમક્ષ અનેક પડકારો છે. પણ ગોયલ આ પહેલા પણ અનેક પડકારોનો સામનો કરી ચુક્યા છે.
ગોયલ મોદી સરકારના હાઈ પ્રોફાઈલ મંત્રી માનવામાં આવે છે.
હાલ તેમની પાસે રેલવે અને કોલસા મંત્રાલય જેવા પડકારપૂર્ણ મંત્રાલય છે. આવો જાણીએ પીયૂષ ગોયલમાં એવી કંઈ કંઈ વિશેષતા છે જેને કારણે પ્રધાનમંત્રી માનવામાં આવે છે.

પહેલી જ વારમાં સ્વતંત્ર પ્રભાર

પીયૂષ ગોયલ જ્યારે 50 વર્ષના હતા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા જ મંત્રીમંડળમાં તેમને સામેલ કરી લીધા. પ્રધાનમંત્રીએ ગોયલને ખૂબ જ મજબૂત માનવામાં આવતા પાવર, રિન્યૂએબલ એનર્જી અને કોલસા મંત્રાલય સોંપી દીધા.
આમ તો તેમને રાજ્ય મંત્રી બનાવાયા પણ તેમને સ્વતંત્ર પ્રભાર આપીને સંપૂર્ણ રીતે કામ કરવાની તક આપી.

ગોયલ આ મત્વના પદ સાચવી ચુક્યા છે

- 2001-2004 :
નિદેશક (ગર્વમેંટ નોમિની) બેંક ઓફ બડોદા
- 2002-2004 :
સભ્ય, ટાસ્ક ફોર્સ ફોર ઈટરલિકિંગ ઑફ રિવર્સ, ભારત સરકાર
- 2004-2008 :
ડાયરેક્ટર
(ગવર્નમેંટ નોમિની), સ્ટેટ બેંક ઓફ ઈંડિયા.
- માર્ચ 2010 -

મે 2014 :
રાષ્ટ્રીયક કોષાધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી. રાષ્ટ્રીયક કોષાધ્યાક્ષ, ભારતીય જનતા પાર્ટી
- જુલાઈ 2010 :

રાજ્યસભા માટે પસંદગી પામ્યા.
- ઓગસ્ટ 2010 થી મે 2014 : સભ્ય કમિટી ઑફ ફાઈનેંસ
- નવેમ્બર 2010 થી મે 2014 : મેંબર.. કંસલટેટિવ કમિટી ફોર ડિફેંસ
- ઓગસ્ટ 2012 થી મે 2014 : મેંબર, કમિટી ઑન પ્રોવિઝન ઑફ કમ્પ્યૂટર ઈક્વીપમેંટ ટૂ મેંબર ઓફ રાજ્યસભા

- 27 મે 2014 થી 3 સપ્ટેમ્બર 2017 : મિનિસ્ટ્રી ઓફ પાવર, ન્યૂ એંડ રિન્યૂએબલ એનર્જી , કોલના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર)
- 5 જુલાઈ 2016 થી 3 સપ્ટેમ્બર 2017 - મિનિસ્ટ્રી ઓફ માઈન્સના રાજ્ય મંત્રી
- જુલાઈ 2016 : ફરીથી રાજ્યસભા સભ્ય તરીકે પસંદગી પામ્યા
- 3 સપ્ટેમ્બર 2017 થી અત્યાર સુધી : રેલવે મિનિસ્ટર અને કોલસા મંત્રાલય.
- 14 મે 2018 થી 22 ઓગસ્ટ 2018 :
ફાઈનાંસ અને કોર્પોરેટર્સ અફેયર્સ મિનિસ્ટર
- 23 જાન્યુઆરી 2019થી અત્યાર સુધી - ફાઈનેંસ મિનિસ્ટર


આ પણ વાંચો :