શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2020-21
Written By
Last Modified: બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (15:21 IST)

ગુજરાત બજેટ 2020 : ગરીબી દૂર કરવાની ગૂલબાંગો વચ્ચે રાજ્યમાં ગરીબોની સંખ્યામાં વધારો

આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ છે. નાણા મંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાતનું બજેટ પ્રસ્તુત કરશે ત્યારે બજેટ સત્રમાં યોજાયેલા પ્રશ્નોત્તરી કાળમાં સરકારે માહિતી આપી હતી કે રાજ્યમાં ગરીબોની સંખ્યામાં વધારો થયો છે. સરકારે આપેલી માહિતી મુજબ ચાર જિલ્લામાં BPL કાર્ડ ધારકોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2018-19 માં ચાર જિલ્લામાં 3635 BPL ધારકોનો થયો વધારો થયો છે. સૌથી વધારે અમરેલી જિલ્લામાં 2780 BPL ધારકોનો વધારો થયો છે. અમરેલી, બનાસકાંઠા, અમદાવાદ અને પાટણમાં BPL કાર્ડ ધારકોની સંખ્યા વધી છે.
રાજ્ય સરકારે રાજ્યમાં પ્રવાસનની જાહેરાતો પાછળ લખલૂંટ ખર્ચો કર્યો છે. સરકારે માહિતી આપી હતી કે રાજ્યમાં સરકારે 66.79 કરોડની જાહેરાત કરી તેની સામે અન્ય રાજ્યમાં પણ સરકારે 42.02 કરોડ ની રકમ નો ખર્ચ કરવામાં આવ્યો. આ ખર્ચ કરવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું સરકારનો દાવો
છેલ્લા બે વર્ષમાં વિમા કંપની સામે છેતરપીંડી ની કોઇ ફરિયાદ નહીંવિધાનસભા પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાના પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો હતો કે વીમા કંપનીએ ખેડૂત સાથે છેતરપીંડી કરી હોય એવી સરકારને એક પણ ફરિયાદ મળી નથી. જોકે વિમા કંપનીએ બેદરકારી દાખવી હોય એવી સરકારને 12 ફરિયાદો મળી હતી. સરકારે માત્ર માર્ગદર્શિકા મુજબ કામ કરવા વીમા કંપનીઓને સૂચના આપી હતી.
વિધાનસભા પ્રશ્નોત્તરી માં ટંકારા ના ધારાસભ્ય લલિત કગથરા ના સવાલમાં લેખિત જવાબ અપાયો હતો જેના મુજબ સરકારે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે વોલ્વો અને એ.સી બસના ભાડા પેટે વર્ષે 2018-19 માં 78 કરોડ 9 લાખ ચૂકવ્યા હતા. કોન્ડુસ્કર ટ્રાવેલ્સ,સાઈ ટ્રાવેલ્સ,મોર્ડન ટ્રાવેલ્સ,ચાર્ટર્ડ સ્પીડ,અને આદિનાથ બલ્ક એજન્સીને નાણા ચૂકવામાં આવ્યા હતા
સરકારે વિધાનસભામાં માહિતી આપી હતી કે રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમને કરોડો ની આવક છતાં ખોટ યથાવત છે.વર્ષ 2017-18 માં રૂ. 2317 કરોડની આવક સામે રૂ. 866 કરોડની ખોટ, વર્ષ 2018-19 માં રૂ. 2540 કરોડની આવક સામે રૂ. 1017 કરોડની ખોટ, વર્ષ 2019-20 માં રૂ. 2249 કરોડની આવક સામે રૂ. 748 કરોડની ખોટ. 
સરકારે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3 ખેડૂતોની આત્મહત્યા છે. સરકારે આપેલા લેખિત જવાબમાં આત્મહત્યાના 3 અલગ અલગ કારણો હતા. જેમાં લોન ન ભરવાના કારણે આત્મહત્યા. પાક નિષ્ફળ જવાના કારણે દેવાના કારણની આત્મહત્યા થઈ હતી. જોકે, સરકારે આપેલા જવાબમાં વ્યક્તિગત કારણો ગણાવ્યા. સરકાર 0% ના વ્યાજે લોન આપી રહી છે તેવો દાવો કર્યો, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલ પ્રશ્નોમાં સરકારે જવાબ આપ્યો હતો. રાજ્ય સરકારે 85.87 લાખ હેકટરમાં થયેલ નુકશાન ના બદલે માત્ર 67.25 લાખ હેકટરમાં જ સહાય આપ્યા નો આક્ષેપ સરકારે 67.25 લાખ હેકટરમાં નુકશાન ના ખેડૂતોને 1229 કરોડ રૂપિયા ચૂકવ્યા