ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2020-21
Written By
Last Modified: શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (18:00 IST)

બજાર માટે બજેટ સારું છે કે ખરાબ, જાણો ગુજરાતીઓ શું કહી રહ્યા છે

શનિવારે દેશનું સામાન્ય બજેટ 2020-21 (Budget 2020-21) રજૂ કરવામાં આવ્યું. મોંઘવારીના દૌરમાંથી પસાર થઇ રહેલા લોકોને આ બજેટ પાસે ઘણી આશાઓ હતી. રોજિંદા વસ્તુઓને લઇને લોકોની ખાસ નજર રહે છે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સમાજના તમામ વર્ગો માટે જાહેરાતો કરી છે.  ખેડૂતોની આવક વધારવા માટે 16 મહત્વના નિર્ણયો લેવાયા છે. 2020-21 ના સામાન્ય બજેટમાં ઘણી એવી જાહેરાત કરી છે. જેને લઇને ગુજરાતીઓ શું કહી રહ્યા છે. શું તેમની અપેક્ષાઓ અને આશાઓનું બજેટ રહ્યું કેમ?
 
કિરણ સુતરીયા, ફાઉન્ડર એન્ડ ચેરમેન, સીટા સોલ્યુશન્સ
અમારું માનવું છે કે આ બજેટ એક સંતુલિત બજેટ છે, અને તે મહત્વાકાંક્ષી ભારત, આર્થિક વિકાસ, અને કાળજી રાખનાર સમાજની રચના કરવામાં મદદરૂપ થશે. અમારું એમ પણ માનવું છે કે ડિજિટલઇઝેશન અસરકારક બનાવવા અને સર્વિસ સેક્ટરમાં ડિજિટલના વઘુ ઉપયોગ માટે સરકારે રૅગ્યુલૅટરી સિસ્ટમ્સમાં સુધારા લાવવાની જરૂર છે. ઇનકમ ટેક્સ અને અન્ય ટેક્સમાં કરવામાં આવેલ સુધારાઓનો અમે સ્વાગત કરીએ છીએ.
 
વનેશ પંચાલ, ડિરેક્ટર, બિલાઈન બ્રોકિંગ
બજાર માટે બજેટ સારું છે કે ખરાબ એના કરતાં હું એમ કહીશ કે માર્કેટની અપેક્ષાઓ એટલી બધી હતી કે બજેટ બાદ તેમના માટે નિરાશ થવું સહજ હતું. મેં બજેટ અગાઉ મારા ગ્રાહકોને સ્પષ્ટપણે આમ જણાવ્યું હતું. બજેટમાં કેટલાક સારા સુધારાઓમાં ઈન્શ્યોરન્સ પ્રોટેક્શન, ડિજીટલ પેનિટ્રેશન અફોર્ડેબલ હાઉસિંગ અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. મધ્યમવર્ગને વ્યક્તિગત આવકવેરામાં એક નવો વિકલ્પ પોઝીટીવ બાબત છે. 
 
ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ(ડીડીટી) હવેથી ડિવિડન્ડ મેળવનારે ચૂકવવાનો રહેશે. જે રોકાણકારો પર કર ભારણ વધારશે. જોકે સોવરિન વેલ્થ ફંડ્સને ઈન્ફ્રા પ્રોજેક્ટ્સમાં રોકાણ પર ૧૦૦ ટકા ટેક્સ રાહત, કો-ઓપ. સોસાયટીઝ પર ટેક્સ ઘટાડીને ૨૨ ટકા કરવા જેવા પગલાઓ સૂચવે છે કે સરકાર રોજગારી સર્જન પર ફોકસ કરી રહી છે. સમગ્રતયા જોઈએ તો બજેટ કોઈ ઈનોવેટિવ જોગવાઈ નથી ધરાવતું પરંતુ તેમાં કોઈ મોટી નેગેટિવ બાબત પણ નથી. હું ૧૦માંથી ૬ પોઈન્ટ આપીશ.  
 
રાકેશ  લાહોટી, કો-ફાઉન્ડર, વેલ્થસ્ટ્રીટ
બજેટેમાં ગ્રામ્ય અર્થતંત્ર, ઇન્ફ્રસ્ટ્રક્ચર, એમએસએમઈ, અને સ્વાસ્થ્ય સેવાઓ પર વધારે ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. અમાંરુ માનવું છે કે આનાથી વિકાસ ને વેગ મળશે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ ની નાબૂદી, મધ્યમ વર્ગ માટે ઇનકમ ટેક્સ ની રાહતો, કરવેરા માળખાનું સરલીકરણ, અને અન્ય જાહેરાતો લોકોમાં અને અર્થતંત્ર માં નવા પ્રાણ ફૂંકશે. અમે આ વીકસશીલ બજેટનું સ્વાગત કરીયે છીએ.