શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Updated : મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (12:32 IST)

Budget 2022 LIVE Updates: ઈંકમટેક્સમાં કોઈ રાહત નહી, વર્ચ્યુઅલ કરન્સીથી થતી કમાણી પર લાગશે 30% ટેક્સ - નાણામંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડીવારમાં સામનય બજેટ રજુ કરશે ... લાઈવ કવરેજ માટે અહી જોતા રહો 
 
મોદી કેબિનેટે બજેટ પર લગાવી મોહર 
 
સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્રીય કેબિનેટે આજે રજૂ થનારા બજેટને ઔપચારિક મંજૂરી આપી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ બેઠક યોજાઈ હતી. વડા પ્રધાન મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે, સંચાર અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ પણ બેઠકમાં હાજરી આપી હતી. હવે 11 વાગે નાણામંત્રી નિર્મલા બજેટ રજૂ કરશે.


12:28 PM, 1st Feb
-  ક્રિપ્ટો કરન્સીને ટેક્સ અંતર્ગત લાવવામાં આવશે
-  GSTની ઐતિહાસીક 1.40 લાખ કરોડની આવક થઈ
-  ડિજિટલ એસેટ ઉપર થતી કમાણી ઉપર 30% ટેક્સ
-  સ્ટાર્ટઅપને માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ
-  કોર્પોરેટ ટેક્સ પર સરચાર્જ હવે 7 ટકા
-  કો-ઓપરેટિવ સોસાયટીને 18 ટકાની જગ્યાએ 15 ટકા MAT
- Rbi બ્લોક ચેઇન મારફત પોતાની ડિજિટલ કરન્સી લાવશે, બીજા શબ્દોમાં કહીએ તો ક્રિપ્ટ કરન્સી જેવી ડિજિટલ કરન્સી બનાવશે rbi
-  રાજ્ય સરકારના કર્મચારીઓ 14 ટકા સુધી નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકશે.
-  કો-ઓપરેટિવ સોસાયટીને MATમાં છૂટ
-  નવા ટેક્સ રિફોર્મ લાવવાની તૈયારીઓ
-  ટેક્સ ફાઈલિંગની ભૂલને સુધારવાનો મોકો મળ્યો છે
-  નાંણાપ્રધાનની જાહેરાત, બજેટ 2022-23માં કોરોનાની અસરને ઓછી કરવાના ભાગરુપે મેન્ટલ હેલ્થ પર ભાર મુકશે, જેમાં ભારતીય નાગરિકો માટે ટેલી મેડિસીન થકી મેન્ટલ હેલ્થ કાઉન્સેલીંગ કરાશે
- રાજ્ય સરકારને રૂ. 1 લાખ કરોડની વગર વ્યાજની લૉન મળશે
-  સોલાર pv મોડ્યુલ ના ઉત્પાદન માટે રૂ. 19500 કરોડ. રિલાયન્સ અને અદાણીને ફાયદો થશે
- ગુજરાતમાં ગિફટ સીટીમાં ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરુ કરાશે
-  ઈ-વાહનમાં બેટરીની અદલા બદલી કરી શકાશે: ઘણી જગ્યાએ ઈ-વાહન ચાર્જિંગ નથી મળતા તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલા-બદલી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

12:13 PM, 1st Feb
 
2022 માં 5G સ્પેક્ટ્રમની લીલામી : નાણા પ્રધાન
 
નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્ર દ્વારા 5G મોબાઇલ સેવાઓ શરૂ કરવા માટે 2022 માં સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. PLI યોજના હેઠળ, ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં પોસાય તેવા દરે બ્રોડબેન્ડ અને મોબાઈલ કમ્યુનિકેશન સુનિશ્ચિત કરવા માટે 5G ઇકોસિસ્ટમ શરૂ કરવા માટે ડિઝાઇન આધારિત ઉત્પાદન યોજના પણ શરૂ કરવામાં આવશે.
 

ડિજિટલ રૂપિયાના ફાયદા શું છે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે 2022-23માં RBI ડિજિટલ કરન્સી લાવશે. આ નિર્ણયની શું અસર થશે?
 
1. રિઝર્વ બેંકનું ડિજિટલ ચલણ ડિજિટલ રૂપી 
 
2. ડિજિટલ લેવડ દેવડમાં મહત્વનો 
 
3. ક્રિપ્ટો વિશે ચિત્ર સ્પષ્ટ નથી
 
4. ડિજિટલ બેંકિંગના અપેક્ષિત લાભો


ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનની શું અસર થશે
ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની જાહેરાતની શું અસર થશે.
 
1. અનેક શહેરો સુધી અવરજવર સરળ  
 
2. રેલવેમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ વધશે
 
3. રેલવે ક્ષેત્રમાં રોજગાર વધશે


મૂડી રોકાણ 35.4% વધ્યું
 
મૂડી રોકાણમાં વધારાની શું અસર થશે?
 
1. સરકાર 7.50 લાખ કરોડનો ખર્ચ કરશે
 
2: નવી નોકરીઓ આવવાની અપેક્ષા છે
 
3: માંગ પેદા થવાની અપેક્ષા
 
4: વિકાસ વધશે
 
ડિજિટલ કરન્સી રજુ કરવામાં આવશેઃ નાણામંત્રી
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ કરન્સી જારી કરવામાં આવશે. તે આરબીઆઈ દ્વારા 202-23 થી જારી કરવામાં આવશે. તેનાથી અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે.
 
 
મૂડી રોકાણ 35.4% વધ્યું
મૂડી રોકાણમાં વધારાની શું અસર થશે?
 
1. સરકાર 7.50 લાખ કરોડનો ખર્ચ કરશે
 
2: નવી નોકરીઓ આવવાની અપેક્ષા છે
 
3: માંગ પેદા થવાની અપેક્ષા
 
4: વિકાસ વધશે
 
સંરક્ષણ પ્રાપ્તિમાં સ્થાનિક ખરીદીમાં વધારોઃ નાણામંત્રી
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત યોજનાને સંરક્ષણ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવામાં આવશે. કુલ સંરક્ષણ પ્રાપ્તિ બજેટમાંથી 68% સ્થાનિક બજારમાંથી ખરીદી પર ખર્ચવામાં આવશે. તેનાથી સંરક્ષણ સાધનોની આયાત પરની નિર્ભરતા ઓછી થશે. જે ગયા નાણાકીય વર્ષ કરતાં 58 ટકા વધુ છે.

11:50 AM, 1st Feb
 
ખતમ થશે 1486 ફાલતુ કાયદા - નાણામંત્રી 
 
પોતાના ચોથા બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે વેપાર સુગમતા માટે 1486 બેકાર કાયદાને ખતમ કરવામાં આવશે. 
 
- 1.5 લાખ ડાકઘરોમાં બેકિંગ સિસ્ટમ - નાણામંત્રી 
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે 2022 માં 1.5 લાખ ડાકઘરમાં કોર બેકિંગ સિસ્ટમ સો ટકા કરવામાં આવશે. તેમણે કહ્યુ કે સીમાવર્તી ગામમાં બુનિયાદી સુવિદ્યા વિકાસ માટે વાઈબ્રેંટ અનુસૂચિત વાણિજ્યિક બેંક શરૂ કરશે. 75 જીલ્લામાં ડિઝિટલ બેકિંગ શરૂ કરશે. સરકાર મિનિમમ ગવર્નમેંટ અને મૈક્સિમમ ગવર્નેસના પ્રતિ જાહેર છે. 
 

11:36 AM, 1st Feb
75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ શરૂ કરવમાં આવશે -  નાણામંત્રી
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તાજેતરના સમયમાં ડિજિટલ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો છે. કેન્દ્ર સરકાર આને પ્રોત્સાહન આપશે અને 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર અમે દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ શરૂ કરીશું. આ તમામ યુઝર ફ્રેન્ડલી હશે અને સામાન્ય લોકોને તેનો સીધો લાભ મળશે.
 
PM આવાસ યોજના હેઠળ 80 લાખ નવા મકાનો: નાણામંત્રી
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ નવા મકાનો બનાવવામાં આવશે. તેમના માટે 48 હજાર કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે.

 
5 વર્ષમાં 60 લાખ નવી નોકરીઓ: નાણામંત્રી
 
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના ધ્યેયને હાંસલ કરવા માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે, જેમાં આગામી પાંચ વર્ષમાં 60 લાખ નવી નોકરીઓ અને 30 લાખ કરોડ વધારાની પેઢી ઊભી કરવાની ક્ષમતા છે. રહી છે.
 
આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારતઃ નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવશે. આ સાથે આગામી ત્રણ વર્ષમાં 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પણ બનાવવામાં આવશે. એટલું જ નહીં, 8 નવા રોપ-વે બનાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે બજેટથી ખેડૂતો અને યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.

વડાપ્રધાનની ગતિ શક્તિ માસ્ટર પ્લાન તૈયારઃ નાણામંત્રી
 
નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગતિ શક્તિ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ બજેટ ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન આપશે. NPAનો સામનો કરવા માટે બેડ બેંક બનાવવામાં આવી છે. પીએમ ગતિ શક્તિમાં વૃદ્ધિના સાત એન્જિન છે. આ PM ગતિ શક્તિ માસ્ટર પ્લાનની મદદથી મલ્ટિમોડલ કનેક્ટિવિટી મળશે. એટલું જ નહીં, પીએમ ગતિ શક્તિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં મદદ કરશે.
 
આગામી 25 વર્ષ માટે ફાઉન્ડેશનઃ નાણામંત્રી
 
નાણામંત્રીએ કહ્યું કે બજેટમાં દેશના નાગરિકોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ મધ્યમ વર્ગ માટે વધુ સારું વાતાવરણ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ બજેટમાં આગામી 25 વર્ષનો પાયો નાખવામાં આવ્યો છે.
 

11:15 AM, 1st Feb
 
સર્વાંગી કલ્યાણ જ  અમાર લક્ષ્ય છેઃ નાણામંત્રી
 
લોકસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશ હાલમાં કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યો છે, અમારું લક્ષ્ય સર્વાંગી કલ્યાણ છે. આ બજેટ 25 વર્ષ માટે પાયો નાખશે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.