ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2023
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (12:06 IST)

Budget 2023: બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણએ મોટી જાહેરાત કરી, કોને શું મળ્યું?

નાણામંત્રી નિર્મલા સીતરમણએ સંસદમાં બજેટ ભાષ્ણ શરૂ કરી નાખ્યો છે. તેણે કહ્યુ કે ભારત દુનિયાની અર્થવ્યસ્વથા નો ચમકતો તારો છે વિશ્વમાં ભારતનું કદ સતત વધી રહ્યું છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે.
 
ભારતનો અર્થતંત્ર વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ છે.
રેલવેના વિકાસ માટે 2.4 લાખ કરોડની જોગવાઈ, રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડ
કોરોના દરમિયાન સરકારે 80 કરોડ લોકો માટે 28 મહિના માટે મફત રાશનની વ્યવસ્થા કરી છે. આ માટે સરકાર દ્વારા બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
નાણામંત્રીએ કહ્યું કે 2014 પછી કેન્દ્ર સરકારની નીતિઓને કારણે લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે અને માથાદીઠ આવક બમણી થઈને 1.97 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.
પીએમ આવાસ યોજનાનો ખર્ચ 66 ટકા વધારીને 79,000 કરોડ રૂપિયા કરવામાં આવશે.
રહેણાંક બાળકો માટે આગામી ત્રણ વર્ષમાં 740 એકલવ્ય શાળાઓમાં 38,800 શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.
તબીબી શિક્ષણને વધારવા માટે, 2014 થી હાલની 157 મેડિકલ કોલેજો સાથે મળીને 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે.
બજેટમાં નાણાકીય વર્ષ 2023-24 માટે રેલવેને 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.