ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2023
Written By
Last Updated : બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (11:58 IST)

BUDGET 2023 LIVE Updates: નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ, રેલવેની કાયાપલટ થશે

Nirmala Sitharaman BUDGET 2023-24 Speech Live: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે દેશનું સામાન્ય બજેટ (બજેટ 2023) રજૂ કરશે. જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા છે. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટને ઔપચારિક મંજૂરી આપી હતી.આગામી વર્ષે લોકસભાની ચૂંટણીને કારણે આ બજેટ મોદી સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હોવાથી લોકો અને કોર્પોરેટ સેક્ટરને પણ તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે સરકાર મોટા આર્થિક નિર્ણયોની સાથે સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે.


11:56 AM, 1st Feb
રેલવેના વિકાસ માટે સૌથી મોટું ફંડ ફાળવાયું
 
રેલવેના વિકાસ માટે 2.4 લાખ કરોડની જોગવાઈ
 
રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડ
 
દેશમાં નવા 50 એરપોર્ટ બનાવશે સરકાર

11:52 AM, 1st Feb
નાણામંત્રીએ 2014માં સ્થાપિત અત્યારના 157 મેડિકલ કોલેજોની સાથે કોલોકેશનમાં 157 નર્સિંગ કોલેજને સ્થાપિત કરવાની જાહેરાત કરી. 

11:47 AM, 1st Feb
રેલવેના વિકાસ માટે સૌથી મોટું ફંડ ફાળવાયું
 
રેલવેના વિકાસ માટે 2.4 લાખ કરોડની જોગવાઈ
 
રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડ
 
દેશમાં નવા 50 એરપોર્ટ બનાવશે સરકાર

11:42 AM, 1st Feb
પશુપાલન, ડેરી અને માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરાશેઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

11:32 AM, 1st Feb
માછીમારો માટે પેકેજની જાહેરાત
 
80 કરોડ લોકોને 28 મહિના સુધી મફત અનાજ
 
મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર ભાર મૂકાશે
 
પર્યટનમાં યુવાનોને રોજગારી અપાશે
 
દેશમાં 157 નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે

11:20 AM, 1st Feb
- મફત અનાજ યોજનાને આગામી એક વર્ષ માટે વધારવાનું એલાન

- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ રૂ. 2 લાખ કરોડનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે, જે તમામ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને એક વર્ષ માટે મફત અનાજ સપ્લાય કરવા માટે છેઃ નિર્મલા સીતારમન

11:14 AM, 1st Feb
અમૃતકાળનું પ્રથમ બજેટ છે, કોરોના અને યુદ્ધ જેવી સ્થિતિ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂતઃ નાણાંપ્રધાન નિર્મલા સીતારમન બજેટ રજૂ કરી રહ્યા છે

બજેટ 2023 | 80 કરોડ લોકોને 28 મહિના માટે મફત અનાજ આપવામાં આવ્યું: નાણામંત્રી સીતારમણ

બજેટ 2023 | ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં 10માં નંબરથી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે: નાણામંત્રી સીતારમણ



11:04 AM, 1st Feb
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનું પાંચમું બજેટ રજૂ કરવા સંસદ ભવન પહોંચ્યા છે. તેમની આખી ટીમ નિર્મલા સાથે છે. બજેટ માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.

10:55 AM, 1st Feb
 
બજેટના દિવસની વાત કરીએ તો ગેસ કંપનીઓએ LPG ની કિંમતોમાં 100 રૂપિયાનો વધારો કર્યો હતો.. દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 1053 રૂપિયા રહેશે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1769 રૂપિયા છે. અત્રે જણાવવાનું કે ઘરેલુ રસોડામાં ઉપયોગમાં લેવાતા 14.2 કિલોના ગેસના સિલિન્ડરના  ભાવમાં 6 જુલાઈ બાદ કોઈ ફેરફાર કરાયો નથી. 

10:16 AM, 1st Feb

Budget 2023 નાણામંત્રી બજેટ 2023 પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા

PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા. તે સવારે 11 વાગ્યે 2023-24નું બજેટ રજૂ કરશે.