ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: ગુરુવાર, 9 નવેમ્બર 2023 (15:15 IST)

LIC Aadhaar Shila Policy- મહિલાઓ-દિકરીઓ માટે LICનો ખાસ પ્લાન

LIC's special plan for women-daughters

LIC Aadhaar Shila Policy - આધાર શિલા યોજના નોન-લિંક્ડ, વ્યક્તિગત જીવન વીમા યોજના છે. આ યોજના ખાસ મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આ પોલિસીની પાકતી મુદત પર, રોકાણકારને LIC તરફથી એક નિશ્ચિત રકમ મળે છે. આમાં રોકાણ કરવા માટે મહિલાની ઉંમર 8 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
 
આધારશિલા પોલિસી હેઠળ, LIC આધારશિલા યોજના હેઠળ મૂળભૂત વીમા રકમ ઓછામાં ઓછી રૂ. 75,000 અને મહત્તમ રૂ. 3,00,000 છે. મેચ્યોરિટીની મહત્તમ ઉંમર 70 વર્ષ છે એટલે કે મેચ્યોરિટી સમયે પોલિસીધારકની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પાકતી મુદત પર, પોલિસીધારકને એક સામટી રકમ મળે છે. જો તમે આ પ્લાન ખરીદો છો, તો તમને પ્રીમિયમની માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ચુકવણીનો વિકલ્પ આપવામાં આવે છે.
 
આ પોલિસી એ મહિલાઓ માટે તૈયાર કરવામાં આવી છે જેમની પાસે UIDAI દ્વારા જારી કરાયેલ આધાર કાર્ડ છે. આમાં રોકાણ કરવા માટે મહિલાની ઉંમર 8 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત, માત્ર શારીરિક રીતે સ્વસ્થ લોકો (કોઈપણ તબીબી તપાસ કર્યા વિના સ્વસ્થ જીવન) યોજના હેઠળ રોકાણ કરી શકે છે.