શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: અમેઠી. , શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (17:17 IST)

શાહે રાહુલ પર કર્યો પલટવાર, કહ્યુ - અઢી વર્ષનો હિસાબ લેતા પહેલા 60 વર્ષનો હિસાબ આપે રાહુલ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યુ કે રાહુલ બાબા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અઢી વર્ષના કાર્યકાળના હિસાબ માંગતા પહેલા તેમને કોંગ્રેસે છેલ્લા 60 વર્ષનો હિસાબ આપવો જોઈએ. 
 
કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી હારી રહ્યા છે અખિલેશ 
 
ભાજપાના સ્ટાર પ્રચારક શાહે અમેઠીના રામલીલા મેદાનમાં ભાજપા ઉમેદવારોના પક્ષમાં આયોજીત જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે રાહુલ બાબા તમને એ જાણ હોવી જોઈએ કે 2017માં યૂપી વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. વર્ષ 2019માં જ્યારે લોકસભા ચૂંટણી થશે ત્યારે મોદી દેશની જનતાને પાઈ પાઈનો હિસાબ આપશે. તેમણે સપા અને કોંગ્રેસ ના ગઠબંધનને બેમેળ બતાવતા કહ્યુ કે આ બે રાજકુમારોનો મેળાપ છે ન કે વિચારધારાનો. તેનાથી પ્રદેશનો વિકાસ નથી થઈ શકતો. તેમણે કહ્યુ કે અખિલેશ યાદવે રાહુલ ગાંધી સાથે ગઠબંધન કરી આ સાબિત કરી દીધી કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે. પ્રદેશમાં જો તેમનુ કામ બોલે છે તો ગઠબંધન કરવાની જરૂર ન પડતી.  પશ્ચિમથી ભાજપાના પક્ષમાં ચાલતી લહેર જેમ જેમ પૂર્વ તરફ વધી રહી છે તેમા વધુ તીવ્રતા વધતી જઈ રહી છે. 
 
ઉત્તર પ્રદેશની જનતા 2 રાજકુમારોના કારનામાથી પરેશાન 
 
શાહે કહ્યુ કે 10 વર્ષની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધાન સરકારના કાળા કારનામાને દેશની જનતાએ જોયુ છે જ્યારે 12 લાખ કરોડ રૂપિયાનો ઘોટાળો થયો હતો. કોંગ્રેસના કારનામાથી તંગ આવીને જ જનતાએ કેન્દ્રમાં ભાજપાને સ્પષ્ટ બહુમત આપ્યુ હતુ.  ઉત્તર પ્રદેશની જનતા 2 રાજકુમારોના કારનામાથી તંગ થઈને પ્રદેહમાં કમળ ખિલાવવા જઈ રહી છે અને ભાજપા પૂર્ણ બહુમતની સરકાર બનાવશે.