મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : રવિવાર, 12 નવેમ્બર 2017 (15:07 IST)

કોણ છે પીએમ મોદીનો દુશ્મન નંબર વન ?

ચૂંટણી જીતવી ફ્કત એક સાયંસ નથી પણ આર્ટ્સ પણ છે. ચૂંટણી જીતવી ફક્ત એક અર્થમેટિક્સ નથી પણ કેમિસ્ટ્રી પણ છે. ચૂંટણી કુશ્તી ફક્ત શારીરિક મજબૂતીથી જ નહી પણ દાવથી પણ જીતવામાં આવે છે. ચૂંટણી જીતવી ફક્ત રેલીની ભીડ નહી પણ દિમાગી રમત છે. ઉત્તર પ્રદેશમાં રાજનીતિક પારો દિવસોદિવસ ગરમાતો જઈ રહ્યો છે અને બધી પાર્ટીયો ચૂંટણી જીતવા માટે એડી ચોટી પર મહેનત કરી રહી છે. પણ જીત તેની જ થશે જેના દાવપેચ સારા હશે. ચૂંટણી કુશ્તીમાં મજબૂત નેતા, ઠોસ મુદ્દા, મજબૂત સંગઠનથી વધુ મહત્વપૂર્ણ હોય છે ચૂંટણી ઘોબિયા પાઠ મતલબ રણનીતિ. રણનીતિ એવી હોય છે કમજોર પાર્ટી, કમજોર નેતૃત્વને પણ મજબૂત કરી નાખે છે. આ વખતે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં પણ આવુ જ થઈ રહ્યુ છે... 
 
એક બાજુ નિર્ણાયક નેતા મોદી સાથે બીજેપીની આખી ફોજ ઉભી છે તો બીજી બાજુ અખિલેશ યાદવ-રાહુલ ગાંધી છે જે નરેન્દ્ર મોદીની આખી ફોજને પડકારી રહ્યા છે. ભલે આ ચૂંટણી દંગલનો ચેહરો અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી છે પણ આ ચેહરા પાછળ પ્રશાંત કિશોરની રણનીતિ છે.  આ એજ પ્રશાંત કિશોર છે જેમણે નરેન્દ્ર મોદીને ગુજરાત વિધાનસભા 2012માં અને લોકસભા 2014માં જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચાય પર ચર્ચા, થ્રી ડી હોલોગ્રામ અને અચ્છે દિન આનેવાલે હૈ ના નારો પ્રશાંત કિશોરના મગજની જ ઉપજ છે. એવુ તે શુ થયુ 2014માં બીજેપીની શાનદાર જીત પછી કે પ્રશાંત કિશોરે બીજેપીને અલવિદા કહી દીધુ. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે પ્રશાંત કિશોર નરેન્દ્ર મોદીના ખૂબ નિકટના હતા તેમની પહોંચ નરેન્દ્ર મોદીની ઓફિસમાં સીધી હતી પણ જેવા અમિત શાહ બીજેપીના અધ્યક્ષ બન્યા પ્રશાંત કિશોરનુ કદ નાનુ થતુ ગયુ. અમિત શાહ પ્રશાંત કિશોરને ફક્ત એક વેંડરની જેમ સમજવા લાગ્યા અને મોદીને મળવામાં પણ પ્રશાંત કિશોરને મુશ્કેલી આવવા માંડી. આ જ કારણ  હતુ કે પ્રશાંત કિશોરે મોદીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. જેને બીજેપીને જીતાડવાનુ બીડુ ઉઠાવ્યુ હતુ એ વ્યક્તિએ બીજેપીને હરાવવાનુ બીડુ ઉઠાવી લીધુ.  દેખીતુ છે કે તેમા પ્રશાંત કિશોરની મહત્વાકાંક્ષા પણ હોઈ શકે છે. 
 
પ્રશાંત કિશોર જ્યારથી બીજેપીથી જુદા પડ્યા ત્યારથી બીજેપીની હાર થવી પણ શરૂ થઈ ગઈ. જ્યા જ્યા બીજેપીને જીતવાની પૂરી આશા હતી ત્યા પ્રશાંત કિશોરે પોતાની ચાણક્યનીતિ હેઠળ બીજેપીને પટકવાનુ કામ શરૂ કરી દીધુ. દિલ્હી વિધાનસભા પહેલા લાગી રહ્યુ હતુ કે બીજેપી ખૂબ સહેલાઈથી આ ચૂંટણી જીતી જશે છેવટે બીજેપી જીતતી બાજી હારી ગઈ. પ્રશાંત કિશોર સાર્વજનિક રૂપે કેજરીવાલના રણનીતિકાર નહોતા પણ પરોક્ષ રૂપે પ્રશાંત કિશોર કેજરીવાલ માટે કામ કરી રહ્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન નીતિશ કુમાર અને કેજરીવાલની ખાસ કેમિસ્ટ્રી દેખાય રહી હતી. એ સમયે પ્રશાંત કિશોર નીતિશ કુમાર સાથે જોડાય ગયા હતા.  દિલ્હીમાં બીજેપીની કરારી હાર પછી બિહારમાં મહાભારત શરૂ થઈ ગયુ. દેખીતુ છે કે લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત પછી બીજેપીનો ઉત્સાહ સાતમા આસમાન પર હતો.  પણ રણનીતિ અને દાવપેંચની રમતમાં બીજેપીના ચાણક્ય અને રણનીતિકાર અમિત શાહ સામે પ્રશાંત કિશોર ઉભા થઈ ગયા. 
 
પ્રશાંત કિશોરને ખબર હતી કે ચૂંટણી અખાડા પર મજબૂત બીજેપી સાથે એકલા નીતીશ કુમાર પહેલવાની બતાવશે તો રાજનીતિ રૂપે હાથ પગ તૂટી જશે. પ્રશાંત કિશોરે નીતીશ કુમારની કમજોરીને રાજનીતી મજબૂતી આપવાનો પ્રયત્ન કર્યો. બિહારમાં નીતીશ કુમાર પહેલાથી જ ચેહરો હતો. પણ ફક્ત ચેહરાથી ચૂંટણી નૈય્યા પાર કરવી મુશ્કેલ હતી તેથી પ્રશાંત કિશોરે નીતીશ કુમારને બીજેપીના વિરુદ્ધ જેડીયૂ-આરજેડી-કોંગ્રેસ મહાગઠબંધન બનાવવા માટે મજબૂર કર્યા. નીતીશની જીત માટે પ્રશાંત કિશોરે ખૂબ મહેનત કરી અને તેમનો જ નારો હતો બિહાર મે બહાર હો નીતિશ કુમાર હો.. બિહાર બનામ બાહરીનો નારો આપ્યો. એટલુ જ નહી ઉમેદવારના સિલેક્શનને લઈને ગામ ગામ સુધી નીતીશ કુમારના વિકાસના મુદ્દાને ઉજાગર કર્યુ. છેવટે બિહારમાં બીજીપીની કરારી હાર થઈ અને જીત અપાવવાના હીરો બન્યા પ્રશાંત કિશોર. 
 
ઉત્તર પ્રદેશમાં પણ કિશોરના નિશાના પર બીજેપી 
 
બિહારમાં બીજેપીની હાર પછી પ્રશાંત કિશોર ઉત્તર પ્રદેશમાં પણ બીજેપીને હરાવવાનું બીડુ ઉઠાવ્યુ છે. તેઓ એવી પાર્ટીના રણનીતિકાર બની ગયા જે પાર્ટીનુ ન તો યૂપીમાં વજૂદ બચ્યુ હતુ અને ન તો દેશમાં કોઈ આશાનુ કિરણ દેખાય રહ્યુ હતુ. કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે પહેલા શીલા દીક્ષિતને મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરાવ્યો પછી રાહુલ પાસેથી આખા રાજ્યમાં ખાટ સભા કરાવી પણ પ્રશાંત કિશોર કોંગ્રેસમા જીવ ન ફૂંકી શક્યા. તેમણે લાગવા માંડ્યુ કે રાહુલની હારથી તેમની પ્રતિષ્ઠા પર સવાલ ઉભો થવા માંડશે અને આ વખતે તેમની રણનીતિકારનો ચેહરો બેનકાબ થઈ જશે પણ તેઓ હાર્યા નહી પણ પોતાની રણનીતિ પર અડગ રહ્યા. સપા સાથે ગઠબંધનને લઈને રાહુલ ગાંધી એટલા ઉત્સાહી નહોતા જેટલા પ્રશાંત કિશોર. પ્રશાંત કિશોર સપા-કોંગ્રેસની વચ્ચે ગઠબંધનને લઈને ખુદ અખિલેશ પાસે જઈ પહોંચ્યા અને છેવટે બંને પાર્ટીયો વચ્ચે ગઠબંધન થઈ ગયુ. જાહેર છે કે કામ છતા અખિલેશને પોતાની જીત પર વિશ્વાસ નહોતો તો કોંગ્રેસની તો વાત જ નથી. 
 
રણનીતિ એવુ કહે છે કે જ્યારે તમે સામેવાળા સામે કમજોર છો તો સીધા લડવાને બદલે દાવનો સહારો લેવો જોઈએ. પ્રશાત કિશોરે એ જ કર્યુ જેની આશા ન તો અખિલેશને હતી કે ન તો રાહુલને. મોદીના ચેહરા સામે બે ચેહરાને સાથે લાવીને મોટો ચેહરો અને મોટુ ગઠબંધન બનાવી દીધુ. સૌથી મોટી વાત એ છે કે બીજેપીએ પણ નહી વિચાર્યુ હોય કે પ્રશાંત કિશોર આ દાવ રમી શકે છે.  ગઠબંધન પછી પણ પ્રશાંત કિશોર કોઈ રિસ્ક નથી લેવા માંગતા એ જ કારણ છે કે અખિલેશ યાદવ-રાહુલ ગાંધીની ભેગી રેલી, ભેગો રોડ શો કરાવી રહ્યા છે. એટલુ જ નહી તેઓ એવા નારાને બુલંદ કરાવી રહ્યા છે જે સામાન્ય લોકોની જીભ પર બની જાય મતલબ કામ બોલતા હૈ, યૂપી કો યે સાથ પસંદ હૈ, અપને લડકે બનામ બહારી મોદી. દેખીતુ છે કે યૂપી ચૂંટ્ણીમાં સપા અને કોંગ્રેસનુ પલડુ ભારે દેખાય રહ્યુ છે. જો આ ગઠબંધનની જીત થાય છે તો ફરીથી સાબિત થઈ જશે કે દેશમાં જીત અપાવવા માટે પ્રશાંત કિશોર બેતાજ બાદશાહ છે. 
 
ઉત્તર પ્રદેશ ચૂંટણી પછી પ્રશાંત કિશોરનુ આગલુ નિશાન ગુજરાત વિધાનસભા અને લોકસભા 2019નુ હોઈ શકે છે. દેખીતુ છે કે મોદી અને બીજેપી ટીમને વિચારવાની જરૂર પડી શકે છે કે કેમ પ્રશાંત કિશોરનું  તીર બીજેપીના તીરો પર ભારે પડી રહ્યુ છે..