બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By વેબ દુનિયા|

જીવનબેંકમાં વિશ્વાસની એફડી જરૂરી...

PTI
ફિકસ્ડ ડિપોઝીટ વિશે આપણે બધા જાણીએ છીએ. તેને આપણે એફડીના નામથી ઓળખીએ છીએ. આપણામાંથી ઘણા લોકોએ પોતાના સુરક્ષિત ભવિષ્યને માટે એફડી કરી મૂકી હશે, પરંતુ અહીં અમે થોડી જુદા પ્રકારની એફડીની વાત કરીએ છીએ. જો કે આ એફડીનો સંબંધ પણ આપણા સુરક્ષિત અને સારા ભવિષ્ય સાથે જ સંકળાયેલો છે જે ખાસ કરીને વયના છેલ્લા પડાવમાં ખૂબ જ જરૂરી હોય છે. તો આવો જોઈએ એ કંઈ એફ ડી છે આ?

સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની એફડી

આજના યુગમાં સ્વાસ્થ્ય સર્વોપરી છે. જો તમે શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ્ય છો તો તમારે માટે કંઈ જ મુશ્કેલી નથી, પણ આજના જમાનામાં સ્વસ્થ્ય રહેવુ જ સૌથી મોટી મુશ્કેલી છે. અને આ વસ્તુ શક્ય છે નિયમિત દિનચર્ચા, સંતુલિત ખાનપાન અને વ્યસનોથી દૂર રહીને. તમે આજથી જ તમારા સ્વાસ્થ્યની એફડી બનાવવી શરૂઆત કરી દો.

સુસંસ્કાર અને વિચારોની એફડી

પોતાના મગજમાં સારા વિચાર એકઠા કરો. જો શક્ય હોય તો કોઈ ડાયરી કે નોટબુકમાં સારા વિચારોનુ સંકલન કરો.

આવા વિચારોને આખું જીવન સાચવી રાખો અને તેના પર અમલ કરો. આ વિચારોને બીજાઓની સાથે વહેંચો. વહેંચવાથી એફડી વધશે. આધ્યાત્મિક વિચારો ફક્ત વૃધ્ધાવસ્થા માટે જ નથી હોતા. તેને અત્યારથી જ જમા કરવાના શરૂ કરો.

આશીર્વાદોની એફડી

કોઈ ફળદાર વૃક્ષની જેમ હંમેશા નમતુ રાખો. હંમેશા ઈમાનદારીથી કામ કરો. વિનમ્ર રહો. જો આવુ કરશો તો તમારા પર પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રૂપે આશીર્વાદ વરસતો રહેશે. આશીર્વાદ આપનારાઓમાં માણસો અને ભગવાન બધાનો સમાવેશ થશે. આ આશીર્વાદ અને દુવાઓની એફડી તમને જીવનભર કામ આવશે.

સંબંધોની એફડી

આપણા જીવનમાં સમય સાથે સંબંધો પણ બને છે અને બગડે છે. કોઈ સંબંધોનુ બગડવું, એટલે કે સંબંધોની એફડી તોડવી. તમે તમારા સંબંધો એવા બનાવો કે તે સરળતાથી તૂટી જ ન શકે. કોઈ કામચલાઉ એફડીની જેમ સામયિક કે કામચલાઉ સંબંધો ન બનાવો. આ સંબંધોને અતૂટ બનાવવાનો પ્રયત્ન કરો.

શોખની એફડી

દરેકને કોઈને કોઈ શોખ તો હોય જ છે. તમારા બાળપણ કે જવાનીના શોખની એફડીને સાચવીને મૂકો. જીવનમાં જ્યારે પણ તક મળે તો તેનો ઉપયોગ કરો. આ શોખની એફડી તમને ભવિષ્યમાં ખૂબ જ કામમાં લાગશે, જ્યારે તમારી પાસે કરવા માટે કંઈ પણ નહી હોય, અને કોઈની પાસે તમારા માટે સમય પણ નહી હોય.

તો પછી આજથી જ તમે પણ આ એફડી બનાવવાની શરૂ કરી દો અને જ્યારે તમારી પાસે કોઈ રૂપિયાની એફડીની વાત કરે ત્યારે તેમને તમારી આ એફડી પણ સમજાવી દેશો.