બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 21 જાન્યુઆરી 2025 (17:56 IST)

મહાકુંભ 2025 - પ્રયાગરાજ પહોચ્યા ગૌતમ અડાની, મહાપ્રસાદનુ કર્યુ વિતરણ જુઓ વીડિયો

gautam adani
gautam adani
 
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જીલ્લામાં મહાકુંભ ચાલુ છે. દેશ વિદેશથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુ અને યાત્રાળુ પ્રયાગરાજ પહોચી રહ્યા છે. આ દરમિયાન આધ્યાત્મ અને આસ્થાની પાવન જોડ પ્રયાગરાજમાં જોવા મળી રહી છે. આવામાં દેશન ટોચના ઉદ્યોગપતિ અને અડાની ગ્રુપના ચેયરમેન ગૌતમ અડાની મહાકુંભના મેળામાં પહોચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈંફોસિસ ગ્રુપના સંસ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ પહેલા જ મહાકુંભના મેળામાં પહોચી ચુકી છે. સુધી મૂર્તિ પરેડ મેદાનમાં પર્યટન વિભાગ દ્વારા બનાવેલ મહારાજા ટેંટમાં રોકાઈ છે. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં અત્યાર સુધી 8 કરોડ 30 લાખથી વધુ શ્રદ્ધાળુ સ્નાન કરી ચુક્યા છે. 
 
ગૌતમ અડાની કરશે પ્રસાદનુ વિતરણ
 ગૌતમ અદાણી મહાકુંભના ત્રિવેણી સંગમમાં સ્નાન કરશે. આ પછી તેઓ પૂજા કરશે અને પછી મોટા હનુમાન મંદિરની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ ઇસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી મહાકુંભમાં મફત પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા સતત કરી રહ્યું છે, જેનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણી આજે પ્રયાગરાજ પહોંચવાના છે. તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણી આજે ઇસ્કોન પંડાલમાં ચાલી રહેલા ભંડારામાં પોતાની સેવાઓ આપશે. આ સમય દરમિયાન, અદાણી ત્રિવેણીમાં પ્રાર્થના કર્યા પછી બડે હનુમાનજીના દર્શન કરશે. આ ઉપરાંત ગૌતમ અદાણી પણ મહાકુંભ મેળાની મુલાકાત લેવાના છે.