1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (07:19 IST)

Happy Propose Day 2024: આ રીતે કરશો તમારા પ્રેમનો એકરાર તો એ પણ તમને કંઈક કહેવા માટે થઈ જશે બેકરાર

Happy Propose Day 2022: વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. પ્રેમીઓએ પાર્ટનરને ગુલાબ આપીને પોતાના પ્રેમનો સંકેત આપી દીધો છે.  પરંતુ હવે તેનાથી એક ડગલું આગળ વધીને પ્રેમ વ્યક્ત કરવો જરૂરી છે. 8 ફેબ્રુઆરી એ પ્રપોઝ ડેનો દિવસ છે, જેમાં પાર્ટનરની સામે પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. જેથી તે જાણી શકે કે સામેની વ્યક્તિ તેને કેટલો પ્રેમ કરે છે.
 
પ્રેમ વ્યક્ત કરવા માટે શબ્દો જરૂરી છે. સારી લાઈનો સાંભળીને પાર્ટનર ના પાડી શકતો નથી.  આવી સ્થિતિમાં, પ્રપોઝ ડેના અવસર પર અમે તમને કેટલીક સુંદર પંક્તિઓ જણાવી રહ્યા છીએ, જે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવામાં કોઈ કસર છોડશે નહીં અને તમારા પ્રેમની સફર ન માત્ર શરૂ થશે પરંતુ ખીલશે પણ.
 
- આવો તમને કહુ મારા દિલના હાલ 
પ્રેમ છે તમારાથી કેટલો આ બતાવુ આજ 
આ ઈજહાર-એ-દિલની તક છે 
તુ કબૂલ કરે મારો પ્રેમ આ જ મારી ગિફ્ટ છે 
 
- આંખોમાં પ્રેમ તમે વાંચી ન શક્યા 
હોઠો થી અમે કશુ કહી ન શક્યા 
હાલ એ દિલ લખીને મોકલ્યો છે આ મેસેજમાં 
તારા વિના અમે એક ક્ષણ પણ હવે રહી નથી શકતા 
હેપી પ્રપોઝ ડે 
 
- તને મળવાનુ દિલ કરે છે 
કશુ કહેવાનુ દિલ કરે છે 
પ્રપોઝ ડે પર કહી દઈએ છીએ દિલની વાત 
દરેક ક્ષણ તારી સાથે વિતાવવાનુ મન કરે છે 
 
હેપી પ્રપોઝ ડે 
 
-મારી બધી ઉમંગો ઉછળી ગઈ 
જ્યારે તમે વિચાર્યુ એક ક્ષણ માટે 
અંજામ-એ-દિવાનગી શુ હશે 
જ્યારે તમે મને મળશો જીવનભર માટે 
હેપી પ્રપોઝ ડે 
- તેમને પ્રેમ કરવો અમારી કમજોરી છે 
તેમને કહી ન શકવુ અમારી મજબૂરી છે 
તેઓ કેમ નથી સમજતા અમારી ખામોશી ને 
શુ પ્રેમનો એકરાર કરવો જરૂરી છે 
હેપી પ્રપોઝ ડે 
 
- દિલ તેમને માટે મચલે છે 
ઠોકર ખાય છે અને સંભાળી લે  છે 
કોઈએ એ રીતે કરી લીધો છે દિલ પર કબજો 
દિલ મારુ છે પણ તેમને માટે ધબકે છે 
હેપી પ્રપોઝ ડે 
 
- હોશ વાલો કો ખબર ક્યા બે ખુદી ક્યા ચીજ હૈ 
ઈશ્ક કીજે ફિર સમજીયે જીંદગી ક્યા ચીજ હૈ 
 
- દિલ આ મારુ તમને પ્રેમ કરવા માંગે છે 
મારી મોહબ્બતનો એકરાર કરવા માંગે છે 
જોયા છે જ્યારથી તમને એ મારા સનમ 
ફક્ત તમારા જ દિદાર કરવા માંગે છે 
હેપી પ્રપોઝ ડે 
Propose Day
Propose Day
-વાંક તો હતો આ નજરોનો 
જે ચુપકેથી દિદાર કરી બેસ્યા 
અમે તો ખામોશ રહેવાનુ વિચાર્યુ હતુ 
બેવફા છે આ જીભ જે એકરાર કરી બેસી 
હેપી પ્રપોઝ ડે