સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (07:51 IST)

Vasant Panchmi ના દિવસે લગાવો આ છોડ, વરસશે દેવીની કૃપા, સુખ સમૃદ્ધિનુ થશે આગમન

આ વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે વસંત પંચમીનો ઉત્સવ છે. આ દિવસે છોડ લગાવવા ખૂબ શુભ ગણાય છે. વૃક્ષારોપણથી દેવી પ્રસન્ન થાય છે અને ઘરમા હમેશા ખુશહાલી અને પૉઝિટિવિટી બની રહે છે. 
 
Vasant Panchmi Upay- વસંત પંચમીના દિવસ ખૂબ ખાસ ગણાય છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરાય છે. દેવી સરસ્વતીને જ્ઞાનની દેવી ગણાય છે.તેથી વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓ માટે ખૂબ ખાસ છે. અ દિવસે માતા સરસ્વતીની પૂજા કરાય છે. આ દિવસે વૃક્ષારોપણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે 
 
છે કે બસંત પંચમીના દિવસે છોડ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ આ દિવસે કયો છોડ લગાવવો તેનું વિશેષ મહત્વ છે.
 
કયુ છોડ લગાવવા 
વસંત પંચમીના દિવસે મોરપંખીનુ છોડ લગાવવાના ખાસ મહત્વ છે.આ દિવસે મયૂર પંખ લગાવવાથી દેવી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમનો આશીર્વાસ વરસાવે છે. 
 
મોરપંખને વિદ્યા આપનારા છોડ કહેવાય છે. તેથી વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓને મોરપંખનુ છોડ લગાવવા ખૂબ શુભ સિદ્ધ થઈ શકે છે. 
 
છોડની દિશા આવી હોવી જોઈએ
મોર પીંછાના છોડનું વાવેતર કરતી વખતે યોગ્ય દિશાનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આ છોડને ઉત્તર દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે. મોર પીંછાનો છોડ ઉત્તર દિશામાં લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
મોરપંખનો છોડ ઘરમાં લગાવવાથી શુ લાભ થાય છે ?
મોરપંખનો છોડને મોરપંખીનો છોડ પણ કહેવાય છે. તેને ઘરમાં લગાવવાથી થશે 7 ફાયદા 
 
મોરપંખીનો છોડ ઘરની શોભા વધારવાની સાથે જ સુખ શાંતિ પણ પ્રદાન છે.  
તેનાથી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેને ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવું શુભ છે.
તેના કારણે ઘરમાં હંમેશા ખુશીનું વાતાવરણ રહે છે
 તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેના કારણે તમામ સભ્યોના મનમાં સકારાત્મક વિચારો આવે છે.
તેને વિદ્યાનુ ઝાડ એટલા માટે કહેવાય છે કારણ કે તે મનને એકાગ્ર કરીને બુદ્ધિને તેજ કરે છે.
કેટલાક રાજ્યોમાં, બાળકો આને તેમના પુસ્તકોમાં રાખે છે જેથી તેમનું મન વાંચનમાં વ્યસ્ત રહે અને જ્ઞાન વધતું રહે.
આ છોડને ઘરમાં રાખવાથી પતિ-પત્નીના સંબંધો મધુર બને  છે.