1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 20 ઑગસ્ટ 2014 (16:36 IST)

વાસ્તુ ટિપ્સ-પૂજાઘર માટે વાસ્તુ ટીપ્સ

પૂજાઘરની સ્થિતિ ઈશાનખૂણો શુભ માનવામાં આવે છે,મંદિર પૂર્વાભિમુખી હોવું જોઈએ. 
 
પૂજાઘર પૂર્વાભિમુખી કે ઉતરામુખી સારુ ગણાય છે ,ભગવાનનું  મુખ પૂર્વ તરફ હોવુ શુભ ગણાય છે. 
 
પૂજાઘરને નેઋત્ય ખૂણામાં ઘરના પહેલાં માળે , મુખ્યદ્વ્રાર સામે,  અગાશી ઉપર,  બેડરૂમમાં  કે બાથરુમ-ટાયલેટ સામે કે ઉપર-નીચે નહી રાખવુ જોઈએ. 
 
પૂજાઘર ઉપર ભારે-સામાન વગેરે ન રાખવો જોઈએ. 
 
પૂજાઘરમાં ખંડિત મૂર્તિ કે ફોટા ન હોવા જોઈએ. એક મંદિરમાં 2 શિવલિંગ 3 દુર્ગામાતા 2 ગણપતિ 2 લક્ષ્મીની પ્રતિમા ન રાખવી જોઈએ. 
 
જો પૂજાઘરમાં મૂર્તિ રાખવી હોય તો તેની પ્રાણ પ્રતિષ્ઠા ન કરો અને મૂર્તિ બે ઈંચ કે અંગૂઠાથી લાંબી ન રાખવી જોઈએ. 
 
પૂજાઘરમાં કુળદેવી-દેવનું  સ્થાન જરૂર હોવુ  જોઈએ.