સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2024 (17:38 IST)

આ નાની નાની વાસ્તુ ટિપ્સનુ રાખો ધ્યાન, ઘરમાં હંમેશા રહેશે સુખ સમૃદ્ધિ અને ખુશહાલી

જીવનમાં ઘણીવાર એવી મુશ્કેલીઓ આવી જાય છે જેમાથી નીકળવુ અશક્ય બની જાય છે. આવુ અનેકવાર ઘરમાં વાસ્તુ દોષને કારણે પણ થાય છે. આ માટે આપણે વાસ્તુ શાસ્ત્રમાં અનેક એવા ઉપાય બતાવ્યા છે જેને અપનાવીને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવી શકાય છે.   
 
પૂર્વ દિશામાં મુકવુ જોઈએ તુલસીનો છોડ 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના પ્રવેશ દ્વાર પર તુલસીનો છોડ લગાવવો ખૂબ શુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ નકારાત્મક ઉર્જાને ખતમ કરીને સકારાત્મક ઉર્જાને વધારે છે તેને પૂર્વ દિશામાં મુકવુ જોઈએ. 
 
ઘરના મેન ગેટ પર મુકો શૂ સ્ટેન્ડ 
બીજી બાજુ વાસ્તુ મુજબ ઘરના મેન ગેટ પર ક્યારે પણ શુ સ્ટેન્ડ ન મુકવુ જોઈએ. જો તમારી પાસે જગ્યા નથી તો પછી મેન ગેટ પર શુ સ્ટેંડ ખુલ્લુ ન મુકશો. આ ઉપરાંત તેને હંમેશા પશ્ચિમ કે પછી દક્ષિણ પશ્ચિમ દિશામાં જ મુકવુ જોઈએ 
 
ઉત્તર દિશામાં માથુ કરીને ન સુવુ 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્યારેય ઉત્તર દિશામાં માથુ કરીને ન સુવુ જોઈએ.  કારણ કે ઉત્તર દિશામાં માથુ કરીને સૂવાથી સારી ઉંઘ આવતી નથી અને તેની આરોગ્ય પર અસર પણ પડે છે. 
 
આ દિશામાં ન મુકશો દિવાલ ઘડિયાળ 
ઘરમાં ઘડિયાળ દિવાલ પર પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં લગાવવી જોઈએ. આ દિશામાં દિવાલ ઘડિયાળ મુકવાથી નવી તક પ્રાપ્ત થાય છે. આ વાતનુ ધ્યાન રાખો કે દિવાલ ઘડિયાળ ક્યારેય બંધ ન પડવી જોઈએ. 
 
ઘરની નેમ પ્લેટ હંમેશા રાખો સ્વચ્છ 
ઘરની નેમ પ્લેટ હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. વાસ્તુ મુજબ ચમકદાર નેમપ્લેટ લગાવવાથી વ્યક્તિને કામમાં નવી તક મળે છે.  ઘરની નેમપ્લેટથી બહારના વ્યક્તિ પર સારો પ્રભાવ પડે છે.