Vastu Tips: ઘરની 4 દિશાઓમાં કરી લો આ પરિવર્તન, દરેક પરેશાનીથી મળશે છુટકારો
Vastu Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિ કાયમ રહે પણ અનેક વાર ખૂબ મહેનત કરવા છતા જીવનમાં ચાલી રહેલ સમસ્યામાંથી બહાર નીકળવામા અસમર્થ રહે છે. જેનુ કારણ ઘરનુ વાસ્તુ દોષ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં દરેક દિશાનુ પોતાનુ અલગ મહત્વ બતાવ્યુ છે. ઘરની દિશાઓમાં કરવામાં આવેલ નાના મોટા ફેરફાર તમારા જીવનની પરેશાનીઓનો ઉકેલ લાવી શકે છે. તો આવો જાણીએ ઘરની સિહાઓમાં કયા ફેરફાર કરવા જોઈએ જેનાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે.
ઉત્તર દિશામાં કરી લો આ પરિવર્તન
વાસ્તુ શાસ્ત્રમાં કુબેર દેવને ઉત્તર દિશાનો સ્વામી માનવામાં આવે છે. સાથે જ ગ્રહોના મુજબ આ સ્થાન બુધનુ છે. જેનાથી બુદ્ધ અને વેપારમાં ઉન્નતિ કરનારો ગ્રહ છે. ઘરમાં સુખ શાંતિ અને ખુશહાલી કાયમ રાખવા માટે ઘરની ઉત્તર દિશાને સાફ સુથરી રાખવી જોઈએ. જો શક્ય હોઈ શકે તો આ દિશાને ખાલી રાખવાથી વધુ લાભ થાય છે.
દક્ષિણ દિશામાં ન કરો આ ભૂલ
વાસ્તુ મુજબ ઘરની પૂર્વ દિશામાં સૂવા માટે કોઈ પણ રૂમ ન બનાવવો જોઈએ. આ દિશામાં યમ અને પિતરોનો વાસ રહે છે. તેથી આ દિશામાં માંસ-મદિરાનુ સેવન કરવાથી બચવુ જોઈએ. ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રાખવા માટે ઘરની દક્ષિણ દિશામાં પિતરોની તસ્વીર લગાવવી ખૂબ સારી હોય છે. આ દિશામાં પિતરોની તસ્વીર લગાવવથી જીવનમાં આવનારી દરેક સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
પૂર્વ દિશામાં કરો આ ફેરફાર
આમ તો આ દિશામાં દેવી દેવતાઓનો વાસ હોય છે. પણ સૂર્ય ગ્રહને આ દિશાનો સ્વામી માનવામાં આવે છે. આ આપણને જ્ઞાન, બળ, બુદ્ધિ અને જીવનમાં સફળતા પ્રદાન કરે છે. આ દિશામાં વસ્તુઓની યોગ્ય વ્યવસ્થા ન હોય તો ઘરમાં નકારાત્મકતા બની રહે છે. સાથે જ બધા બનતા કામ બગડી શકે છે. તેથી પૂર્વ દિશામાં કોઈપણ ભારે સામાન ન મુકવો જોઈએ. જો બની શકે તો ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી પણ બચવુ જોઈએ.
પશ્ચિમ દિશામાં આ વસ્તુઓ મુકવી શુભ
વાસ્તુ મુજબ પશ્ચિમ દિશામાં ઘાતુ જેવુ કે - લોખંડ, તાંબુ વગેરે મુકવુ સારુ અને શુભ હોય છે. એવુ માનવામાં આવે છે કે આ દિશામાં ઘાતુની વસ્તુઓ મુકવાથી બંઘ કિસ્મતના તાળા ખુલી જાય છે અને ધન-ધાન્યની કમી રહેતી નથી. સાથે જ જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે.