1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 17 જાન્યુઆરી 2025 (17:39 IST)

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

Vastu dosh
Vastu Tips: પતિ-પત્ની વચ્ચે નાની-મોટી નોંક ઝોંક એક સામાન્ય વાત છે. પણ જ્યારે આ લડાઈ વારેઘડીએ થાય છે તો પતિ-પત્ની વચ્ચે નાની-મોટી લડાઈ થવી એક સામાન્ય વાત છે.  પણ જ્યારે આ ઝગડો વારંવાર થાય અને સંબંધો વચ્ચે તનાવ વધવા માંડે તો આ ચિંતાનો વિષય બની જાય છે. આવામાં શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આ સમસ્યાઓની પાછળ તમારા ઘરનુ વાસ્તુ દોષ પણ એક કારણ હોઈ શકે છે ? વાસ્તુ શાસ્ત્ર જે ઘરની ઉર્જા અને તેના પ્રભાવોનુ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે એ બતાવે છે કે ઘરની દિશા, સજાવટ અને અન્ય પહેલુઓનો પ્રભાવ ત્યાર રહેનારાઓના જીવન અને સંબંધો પર પડે છે. 
 
પતિ-પત્ની વચ્ચે તણાવ વધારનારા સામાન્ય વાસ્તુ દોષ 
બેડરૂમની ખોટી દિશા 
જો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં નથી તો આ પતિ-પત્નીના સંબંધોમાં અસ્થિરતા અને તણાવ પેદા કરી શકે છે. આ દિશા સ્થિરતા અને સામંજસ્યનુ પ્રતિક છે. 
Mirror
Mirror
દર્પણની ખોટી સ્થિતિ 
બેડરૂમમાં અરીસો બેડની એકદમ સામે લગાવવાથી બચવુ  જોઈએ. આવુ કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે, જે ઝગડા અને અસહમતિનુ કારણ બને છે. 
તૂટેલુ ફર્નીચર - ફર્નીચર તૂટેલુ કે ખરાબ થવુ ઘરમાં નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. જેનાથી સંબંધોમાં અવરોધ આવી શકે છે. 
દિવાલોનો રંગ - ઊંડા અને ભડકીલા રંગ તનાવ અને અસહમતિને પ્રોત્સાહન આપી શકે છે. બેડરૂમમાં સાધારણ શાંત રંગોનો ઉપયોગ સંબંધોને મધુર બનાવવામાં મદદ કરે છે. 
 
ઉત્તર-પૂર્વ દિશામાં ગંદકી 
ઘરની ઉત્તર પૂર્વ દિશાનુ વાસ્તુમાં ખૂબ મહત્વ છે. આ ક્ષેત્રમાં ગંદકી કે અવ્યવસ્થા સંબંધોમાં ખટાશનુ કારણ બની શકે છે.  
Doors
મુખ્ય દ્વાર નો દોષ 
મુખ્ય દ્વારની ખોટી દિશા કે તેના પર કાળા રંગનુ પેંટ સંબંધો પર નકારાત્મક પ્રભાવ નાખી શકે છે.