શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 10 ઑક્ટોબર 2018 (18:07 IST)

નવરાત્રિમાં શ્રદ્ધાપૂર્વક માતાની પૂજા કરવાથી સમસ્ત વાસ્તુદોષ દૂર થાય છે

નિર્વાણ મંત્રમાં નવ ગ્રહોની નિયંત્રિત કરવા અને મા દુર્ગાના ત્રણ રૂપની એક સાથે સાધનાનો પ્રભાવ સમાયેલ છે. તેથી તેને સૌથી શક્તિશાળી મહામંત્ર કહેવામાં આવે છે.  આ મંત્રનો જાપ કરવાથી મા ભગવતીનો પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. 
 
આ વખતે નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. જેમા માતાની પૂર્ણ ભક્તિભાવથી પૂજા અર્ચના કરવાથી દરેક સંકટ અવરોધ દૂર થઈ જશે. નિર્વાણ મંત્રનુ રોજ પૂજા દરમિયાન જાપ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આવો અમે તમને બતાવીએ નર્વાણ મંત્ર શુ છે. 
 
નર્વાણ મંત્ર - ૐ હ્રી ક્લીં ચામુંડાયૈ વિચ્ચે 
 
નવરાત્રેમા શ્રદ્ધા સાથે દેવી માનુ પૂજન કરવાથી સમસ્ત વાસ્ત દોષથી મુક્તિ મળે ક હ્હે. નવરાત્રિમાં સાત્વિક રહો તેનાથી તન મનની શુદ્ધિ થાય છે. નવરાત્રિમાં માતાની પૂજા ખૂબ ફળદાયી છે. નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવાથી તીર્થયાત્રા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. 
 
 
નવરાત્રીમા નવ દિવસ સુધી માતા રાણીનો વિશેષ શ્રૃંગાર કરો. ગાયના દેશી ઘી થી માતાની અખંડ જ્યોતિ પ્રજવલ્લિત કરો. માતાના સ્વાગત માટે ઘરના દ્વાર પર તોરણ બાંધો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નહી આવે. ઘરને સ્વચ્છ રાખો. 
 
નવરાત્રિમાં ઘરના મુખ્ય દ્વારાની અંદરની તરફ મા લક્ષ્મીના પદ ચિહ્ન લગાવવા શુભ હોય છે. ધ્યાન રાખો કે પગની દિશા ઘરની અંદરની તરફ હોવી જોઈએ. 
 
ઘર કે દુકાનનામેન ગેટ પર મા લક્ષ્મીની તસ્વીર લગાવો. જેમા તે કમળના ફૂલ પર વિરાજમાન હોય. 
 
 
- ઘરના દ્વાર પર ચાંદી કે લાલ કુમકુમથી સ્વસ્તિક બનાવો. મા ને લાલ રંગના વસ્ત્ર, લાલ દોરો, સિંદૂર, લાલ ચુંદડી, આભૂષણ વગેરે ભેટ કરો. 
 
- નવરાત્રીમાં કન્યાઓને ભેટ આપીને મીઠા ફળ,  ખીર, શીરો, વસ્ત્ર, શૃંગાર સામગ્રી આપવી જોઈએ. 
 
- દુર્ગા સપ્તશતીનો પાઠ  વિધિપૂર્વક કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.